ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા : બનાસ પુલ પર ગાડી પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત,યુવક ઘાયલ

Text To Speech

ડીસા : ડીસામાં બનાસ પુલ પ ર આજે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આગળ જઇ રહેલા અજાણ્યા વાહનની પાછળ બાઈક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.

ડીસા -humdekhengenews

ડીસામાં બનાસ પુલ પર ગાડીની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત સજાયો હતો. જેમાં માનપુર ગામે રહેતા કરણસિંહ ઝાલા નામનો યુવક ડીસાથી આખોલ ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો અને બનાસ પુલ પરથી પસાર થઈ રહ્યો હતો.

ડીસા -humdekhengenews

તે સમયે આગળ જઇ રહેલી ગાડીની પાછળ અચાનક બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગાડીચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ગાડીની પાછળ બાઈક સાથે ટકરાયેલા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ જમીન પર પટકાયો હતો.

ડીસા -humdekhengenews

આ ઘટનાને પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકો ભેગા થઈ રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ પણ વાંચો : કપડવંજ: વિજ્ઞાન મેળામાં નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્યા

Back to top button