ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ડીસા: અજંતા કોલ્ડ સ્ટોરેજ જાહેરમાં ફેંકે છે બટાકાનો બગાડ, ગૌ માતાનાં જીવ અને જનતાના આરોગ્ય સાથે ચેડા

ડીસા, 10 નવેમ્બર : સમગ્ર ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠાના ડીસામાં થતું હોવાથી તેને બટાકા નગરી તરીકે નામના મેળવી છે. આમ તો ડીસા શહેર બટાકા કોલ્ડ સ્ટોરેજનું હબ ગણાય છે. પરંતુ ડીસાની અજંતા કોલ્ડ સ્ટોરેજ દ્વારા સમગ્ર બનાસકાંઠા ડીસાનાં લોકોના જીવ તથા આરોગ્ય સાથે જાહેર સ્થળો પર બટાકાનો ખરાબો ફેંકીને જોખમમાં મુકાય છે. આટલું જ નહીં ભારત માટે સૌથી પ્રિય એવી ગૌમાતા આ બટાકાનાં ખરાબા સેવન કરે છે અને યેનકેન રીતે મૃત્યુ પામે તેવી શક્યતાઓ છે. ત્યારે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, મામલતદાર તથા પ્રાંત અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો થઈ શકે છે કે એના ગંભીર પરિણામો આવે!

ગૌમાતા કરે છે ખરાબ બટાકાનું સેવન, થઈ શકે છે ગંભીર બીમારીઓ
આમ તો બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થતા અહીં કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે. વળી તેમાં સરકારે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે 2 કરોડ રૂપિયાની સબસીડી આપતા અહીં ડીસા શહેરની આજુબાજુમાં 200થી વધુ કોલ્ડ સ્ટોરેજ નિર્માણ પામ્યા છે. ત્યારે સરકાર તથા તંત્રો દ્વારા આટલા બધા પ્રયાસો છતા અજંતા કોલ્ડ સ્ટોરેજ દ્વારા ખર્ચ બચાવવા માટે જાહેર જગ્યા પર લોકોના આરોગ્ય અને પ્રાણીઓના જીવને જાણી જોઈને જોખમમાં મુકવાનું કાર્ય કરવામાં આવે છે. HD ન્યુઝને મળતી માહિતી મુજબ મોટી સંખ્યામાં ગૌમાતાઓ આ બેદરકાર કોલ્ડ સ્ટોરેજનાં માલિકોના અંગત સ્વાર્થ માટે ફેંકવામાં આવતા ખરાબ બટાકા ખાઈને પોતાના સ્વસ્થ આરોગ્યને જોખમમાં મૂકી રહી છે. સાથે આજુબાજુના વાતાવરણને પણ પ્રદૂષિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. તેથી માત્ર અજંતા કોલ્ડ સ્ટોરેજ નહીં પરંતુ આવા તમામ કોલ્ડ સ્ટોરેજનાં માલિકો ઉપર તવાઈ બોલાવવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જે સામાન્ય ખર્ચ બચાવવા માટે લાખો જીવનાં આરોગ્ય સાથે ચેડા કરવાનું હિન કૃત્ય કરી રહ્યા છે. જોકે આ અંગે જિલ્લા કલેકટરને તાકીદે જાણ કરવામાં આવી છે.

અજંતા કોલ્ડ સ્ટોરેજ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ
મળતી વિગત અનુસાર અજંતા કોલ્ડ સ્ટોરેજના માલિક વિરુદ્ધ વારંવાર જિલ્લા કલેકટર, મામલતદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી સંખ્યામાં સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવા છતાં સામાન્ય રકમની ખર્ચ બચાવવા માટે સુનિયોજિત રીતે ગંદકી ફેલાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને તેની અસર સીધી રીતે લોકોના તથા આસપાસમાં રહેતા તમામ પ્રાણીઓ તથા જીવોને થાય છે. એક બાજુ સરકાર દ્વારા સ્વચ્છતા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે બીજી બાજુ અજંતા કોલ્ડ સ્ટોરેજ દ્વારા વારંવાર જાહેરમાં બટાકા ફેંકી ગંદકીનું સામ્રાજ્ય ફેલાવવામાં આવી રહ્યું. ત્યારે ફૂડ વિભાગ દ્વારા કોલ્ડ સ્ટોરેજના માલિક સામે કડક કાર્યવાહી કરી સબક શીખવા માટેની માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. અને તેમની વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો : ‘બટેંગે તો કટંગે’ BJP કાર્યકર્તાએ લગ્નના કાર્ડ પર CM યોગીનું સ્લોગન છપાવ્યું

Back to top button