ડીસા : સાંડિયા ગામે તિરંગાને અનોખી સલામી,રોટરી ક્લબ દ્વારા કરાઈ અનોખી ઉજવણી


પાલનપુર: ભારત દેશને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ ની ઠેર ઠેર ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે ડીસા તાલુકાના સાંડિયા ગામે રહેતા મુકેશભાઈ વાઘેલાએ ગામમાં આવેલ મોબાઈલ ટાવર ઉપર તિરંગો લહેરાવ્યો હતો. તેઓ મિત્ર સાથે બેઠા હતા તે દરમિયાન એમને વિચાર આવ્યો હતો કે, અનોખી રીતે તિરંગા લહેરાવીએ. અને તેના ભાગ રૂપે તેઓ અને તેમના મિત્ર દ્વારા ટાવર ઉપર ચડીને તિરંગો લહેરાવ્યો હતો.

રોટરી કલબ ડીસા ડીવાઇન દ્વારા 76 માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી
રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા 76 માં સ્વતંત્રતા દિવસ લીવરપુલ શો રૂમ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ ડો.બિનલબેન માળી, આસિસ્ટન્ટ ગવર્નર ડો. રીટાબેન પટેલ ,મંત્રી હિનલબેન અગ્રવાલ, ડો.વર્ષાબેન,કાંતાબેન, ફાલ્ગુનીબેન,પ્રવિણભાઈ, ડો. અંકિતભાઈ, ઈશાનભાઈ, પ્રશાંતભાઈ અને તેમના સ્પાઉસ તેમજ બાળકો અને સ્ટાફ ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું હતું.
