ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદથી આ 4 શહેરો માટે સીધી ફ્લાઇટ શરુ થઇ

Text To Speech
  • દક્ષિણ કે પૂર્વ ભારત જતાં મુસાફરોને સુવિધા મળશે
  • અમદાવાદ એરપૉર્ટ પર પ્રાઇવેટ એરક્રાફ્ટની અવરજવર વધી
  • વિમાન સેવા શરુ થતાં ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો

અમદાવાદ એરપૉર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઇટ મળી જશે. જેમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરુ કરી દેવામાં આવી છે. આ ચાર શહેરો માટે વિમાન સેવા શરુ થતાં ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે.

જાણો નવી ફ્લાઇટનું ટાઇમ ટેબલ

અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઇટ સોમવાર અને બુધવાર શુક્રવાર અને શનિવારે ઉડાન ભરશે. જે 4:25 વાગ્યે અમદાવાદથી ઉડાન ભરશે અને સાંજે 7:05 વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે. જ્યારે ત્રિવેન્દ્રમથી આ ફ્લાઇટ સાંજે 7:35 વાગ્યે ઉડાન ભરશે અને અમદાવાદ રાત્રે 9:55 વાગ્યે પહોંચશે.

અમદાવાદથી કોચીન ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ 3 દિવસ ચાલશે

અમદાવાદથી કોચીન ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ 3 દિવસ ચાલશે. જે અમદાવાદ એરપૉર્ટ પરથી બપોરે 4:25 વાગ્યે ઉડાન ભરશે અને કોચીન સાંજે 6:45 વાગ્યે પહોંચશે. જ્યારે કોચીનથી અમદાવાદ આવવા માટે સાંજે 7:15 કલાકે કોચીનથી ઉડાન ભરશે અને રાત્રે 9:50 વાગ્યે અમદાવાદ પહોંચશે.

અમદાવાદ એરપૉર્ટ પર પ્રાઇવેટ એરક્રાફ્ટની અવરજવર વધી

અમદાવાદથી ગુવાહાટી જવા માટેની ફ્લાઇટ રોજ સવારે 8:30 વાગ્યે ઉડાન કરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચશે. જ્યારે ગુવાહાટીથી અમદાવાદની ફ્લાઇટ સાંજે 4:55 વાગ્યે ઉડાન ભરશે અને રાત્રે 8:35 વાગ્યે અમદાવાદ પહોંચશે. અમદાવાદ એરપૉર્ટ પરથી કોલકાતા જવા માટેની ફ્લાઇટ રોજ રાત્રે 9:20 વાગ્યે ઉડાન ભરશે અને રાત્રે 11:45 કલાકે કોલકાતા પહોંચાડશે. જ્યારે કોલકાતાથી અમદાવાદ માટે બપોરે 12:50 વાગ્યે ઉડાન ભરશે અને બપોરે 3:45 કલાકે અમદાવાદ પહોંચાડશે. તેમજ અમદાવાદ એરપૉર્ટ પર પ્રાઇવેટ એરક્રાફ્ટની અવરજવર વધી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 72 કલાક કોલ્ડવેવની શક્યતા, વરસાદી ઝાપટાની પણ આગાહી

Back to top button