ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

દિનેશ કાર્તિકનું IPLમાં પુનરાગમન, નિવૃત્તિના 30 દિવસ બાદ RCBમાં મળી મોટી જવાબદારી

  • RCBએ IPL 2025 પહેલા એક મોટો નિર્ણય લીધો અને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી 

નવી દિલ્હી, 01 જુલાઇ: RCB ટીમ પાસે હંમેશા સારા ખેલાડીઓ રહ્યા છે, પરંતુ ટીમ એક પણ વખત IPL ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. ટીમ IPL 2024ના એલિમિનેટર સુધી પહોંચી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે RCBએ IPL 2025 પહેલા એક મોટો નિર્ણય લીધો છે અને દિનેશ કાર્તિકને મેન્ટર અને બેટિંગ કોચ બનાવ્યો છે. કાર્તિક ટીમ ઈન્ડિયાનો ભાગ હતો જેમણે T20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો હતો. તેમણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. IPL સીઝન પસાર થયા બાદ જ તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેર કરી દીધી હતી.

 

દિનેશ કાર્તિકને 2 જવાબદારી આપવામાં આવી

IPL 2025 પહેલા જ RCB ટીમે દિનેશ કાર્તિકને બેટિંગ કોચ અને મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરતી વખતે RCBએ લખ્યું કે, ‘દિનેશ કાર્તિક સંપૂર્ણપણે નવા અવતારમાં RCBમાં પાછો ફર્યો છે. તે મેન્સ ટીમનો બેટિંગ કોચ અને મેન્ટર રહેશે. તમે કોઈ માણસને ક્રિકેટમાંથી બહાર ફેંકી શકો છો, પરંતુ ક્રિકેટને માણસની અંદરથી નહીં. 12મી મેન આર્મી.

 

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

એલિમિનેટરમાં હાર બાદ કાર્તિકની નિવૃત્તિ

IPL 2024માં RCB ટીમને રાજસ્થાન રોયલ્સ સામે એલિમિનેટરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં ખેલાડી તરીકે આ તેની છેલ્લી મેચ હતી. આ પછી તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું જીવનમાં અન્ય બાબતોમાં આગળ વધવા માંગે છે. હું મારા તમામ કોચ, કેપ્ટન, સાથી ખેલાડીઓ, પસંદગીકારો અને સપોર્ટ સ્ટાફનો આભાર માનુ છું. આપણા દેશમાં ઘણા લોકો ક્રિકેટ રમે છે, તેથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને ભારતીય ટીમ માટે રમવાનો મોકો મળ્યો.

 

 

View this post on Instagram

 

A post shared by Dinesh Karthik (@dk00019)

મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLનો ખિતાબ જીત્યો

દિનેશ કાર્તિક IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત લાયન્સ, KKR અને RCB તરફથી રમી ચૂક્યો છે. કાર્તિકે IPLની 257 મેચમાં કુલ 4842 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન 97 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. તે IPLમાં સૌથી વધુ મેચ રમનાર બીજા ખેલાડી છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ 2013નો ખિતાબ પણ જીત્યો હતો. તેની પાસે ક્રિકેટનો લાંબો અનુભવ છે, જે RCB ટીમ માટે ઉપયોગી થઈ શકે છે.

આ પણ જુઓ: ‘તારા વગર કંઈ નહીં…’ ચેમ્પિયન બન્યા બાદ વિરાટે અનુષ્કા માટે લખી હૃદયસ્પર્શી નોટ

Back to top button