દિલજીત દોસાંજના મિત્રનો દાવો, અમેરિકામાં રહે છે પત્ની અને પુત્ર
- દિલજીત હંમેશા કોઈ પણ ઇવેન્ટ, પાર્ટી કે ફંક્શનમાં એકલો જ જોવા મળે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંગર પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે દિલજીત દોસાંઝ પરિણીત છે અને તેને એક પુત્ર છે
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ ખૂબ જ લોકપ્રિય છે. તેણે એક્ટિંગ અને ફિલ્મો તેમજ સિંગિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તાજેતરમાં તેણે મુંબઈમાં અમેરિકન સિંગર એડ શીરન સાથે એક કોન્સર્ટમાં સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત સિંગરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સમારંભમાં પણ હાજરી આપી હતી. હાલમાં દિલજીત તેની આગામી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ને લઈને ચર્ચામાં છે.
દિલજીત દોસાંજ છે પરિણીત અને એક બાળકનો પિતા
દિલજીત હંમેશા કોઈ પણ ઇવેન્ટ, પાર્ટી કે ફંક્શનમાં એકલો જ જોવા મળે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંગર પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે દિલજીત દોસાંઝ પરિણીત છે અને તેને એક પુત્ર છે અને તેની પત્ની ભારતમાં રહેતી નથી. સિંગર પણ પોતાના ફેમિલીને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. આજ સુધી તેણે પોતાના અંગત જીવન અને પરિવાર વિશે વધુ ખુલાસો કર્યો નથી, પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે દિલજીત દોસાંજ પરિણીત છે અને તેને એક પુત્ર છે. આ વાતનો ખુલાસો તેના એક નજીકના મિત્રે કર્યો છે.
સિંગરના નજીકના મિત્રએ શું કહ્યું?
દિલજીત દોસાંજના એક મિત્રએ તેની પત્ની અને બાળક વિશે વાત કરી છે. મિત્રએ દાવો કર્યો છે કે દિલજીતની પત્ની ભારતીય-અમેરિકન છે અને તેને એક પુત્ર પણ છે. તેની પત્ની અને પુત્ર અમેરિકામાં રહે છે અને તેના માતા-પિતા લુધિયાણામાં રહે છે. તે એક પ્રાઈવેટ પર્સન છે અને તેના પરિવાર વિશે લોકોને ખૂબ ઓછી જાણકારી છે.
‘અમર સિંહ ચમકીલા’ આ દિવસે થશે રીલીઝ
દિલજીતની આગામી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મમાં દિલજીત લીડ રોલમાં છે જ્યારે અભિનેત્રી પરિણીતી ચોપરા લીડ એક્ટ્રેસ છે. ઈમ્તિયાઝ અલીએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે જે દિવંગત પંજાબી લોક ગાયક અમર સિંહ ચમકીલાની બાયોપિક છે. આ ફિલ્મ 12 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
આ પણ વાંચોઃ દાલ મખની-બટર નાન જેવા નોર્થ ઈન્ડિયન ફૂડ વધારી રહ્યા છે હાર્ટ એટેકનો ખતરો, ચોંકાવનારો સર્વે