ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ચંદીગઢમાં કોન્સર્ટ પહેલા દિલજીત દોસાંઝ CM માનને મળ્યા, કહ્યું: નાના ભાઈ જેવો પ્રેમ આપ્યો

  • કોન્સર્ટ માટે વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને આ કાર્યક્રમમાં પંજાબ તેમજ હરિયાણાના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે

ચંદીગઢ, 14 ડિસેમ્બર: સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝનો આજે શનિવારે ચંદીગઢના સેક્ટર-34માં એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં કોન્સર્ટ છે. કોન્સર્ટ પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને તેમના પરિવારના સભ્યો દિલજીત દોસાંઝને મળ્યા છે. દિલજીતે મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. કોન્સર્ટ માટે વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ કાર્યક્રમમાં પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે. દિલજીત દોસાંઝે લખ્યું છે કે, “પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તરફથી તેમને ઘણો પ્રેમ મળ્યો. આજે મોટા ભાઈએ નાના ભાઈ જેવો પ્રેમ આપ્યો.”

 

આ લોકોને પણ સામેલ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક ગુલાબચંદ કટારિયા, પંજાબના CM ભગવંત માન અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં હાજરી આપશે. ચંદીગઢ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ આ અંગે વિશેષ વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. DGP સુરેન્દ્ર સિંહ યાદવે પોતે ઘટના સ્થળની મુલાકાત લીધી છે. તેમની સાથે પોલીસ વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

કોર્ટે આ શરતો સાથે આપી મંજૂરી 

હાઈકોર્ટે કેટલીક શરતો પર દિલજીતના કોન્સર્ટની પરવાનગી આપી છે. આ પરવાનગી એ શરતે આપવામાં આવી કે, સ્થળ પર અવાજનું સ્તર 75 ડેસિબલથી વધુ ન હોવું જોઈએ.  જો ઘોંઘાટનું સ્તર આનાથી વધી જશે તો સંબંધિત અધિકારીઓ ધ્વનિ પ્રદૂષણ(નિયમન અને નિયંત્રણ) નિયમ 2000 હેઠળ આયોજકો સામે પગલાં લેશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, કોન્સર્ટ રાત્રે 10 વાગ્યા પહેલા ખતમ થઈ જાય. જો આ શરતનો ભંગ થશે તો આયોજકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. કેસની આગામી સુનાવણી 18 ડિસેમ્બરે થશે અને કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવશે.

પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી

પોલીસે દિલજીત દોસાંઝના કોન્સર્ટને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. જારી કરાયેલ એડવાઈઝરી મુજબ સેક્ટર 33/34નો ડિવાઈડિંગ રોડ બંધ રહેશે. સાથે જ સેક્ટર-34ના માર્કેટના આંતરિક રસ્તાઓ પણ બંધ રહેશે.

આ પણ જૂઓ: શો મેન રાજ કપૂરના 100 વર્ષ, જાણો અજાણી વાતો

Back to top button