ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

દિલજીત દોસાંઝે લેહરાવ્યો ત્રિરંગો: દિલ્હીમાં દિલ-લુમિનાટી ટૂરમાં દેખાઈ દેશભક્તિ, જૂઓ વીડિયો

  • દિલ્હીમાં દિલજીતે પોતાના દિલ-લુમિનાટી ટૂરના ભારતીય ચરણની જોરદાર શરૂઆત કરી

નવી દિલ્હી, 27 ઓકટોબર: દિલજીત દોસાંઝે શનિવારે દિલ્હીમાં તેની દિલ-લુમિનાટી ટૂરના ભારતીય ચરણની શરૂઆત કરતાં સ્ટેજ પર જોરદાર એન્ટ્રી કરી હતી. અભિનેતા-ગાયક દિલજીતે તેના પહેલા ગીત પછી સ્ટેજ પર ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો, જેના પછી સોશિયલ મીડિયા પર દરેક તેના વખાણ કરતા થાકતા નથી. આ સુંદર નજારો જોઈને ત્યાં હાજર બધાએ તાળીઓ પાડવાનું શરૂ કર્યું હતું. દિલજીતે તેની દિલ-લુમિનાટી ટૂરના પહેલા જ દિવસે તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું. પંજાબી સિંગર દિલજીત દોસાંઝનો કોન્સર્ટ 26 ઓક્ટોબરથી રાજધાની દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં હતો.

જૂઓ આ વીડિયો

 

દિલજીત દોસાંઝે લહેરાવ્યો ત્રિરંગો

શનિવારની સાંજે, દિલજીતે, ઓલ બ્લેક આઉટફિટ પહેરીને તેની જોરદાર ગાયકીથી દિલ્હીમાં હલચલ મચાવી દીધી હતી. ગાયકે પોતાનું પહેલું ગીત પૂરું કર્યું અને થોડીક સેકન્ડો પછી જ્યારે તે ત્રિરંગો લહેરાવતો જોવા મળ્યો તો લોકો આનંદથી નાચવા લાગ્યા. આ પહેલીવાર નથી કે જ્યારે દિલજીતે દેશ માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો હોય. આ પહેલા પણ તે ઘણી વખત ભારતના વખાણ કરતો જોવા મળ્યો છે. દિલ-લુમિનાટી ટુરના પહેલા દિવસે દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવતા દિલજીતે કહ્યું, ‘આ મારો દેશ છે.’

દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ વિશે જાણો

દિલજીત દોસાંઝે આગળ કહ્યું કે, ‘આ મારો દેશ છે, મારું ઘર છે! હું ખુશ છું કે મારો જન્મ ભારતમાં થયો છે.” ગાયકે તેમના પ્રેમ અને સમર્થન માટે ચાહકોનો આભાર માન્યો. ગાયકને ‘બોર્ન ટુ શાઈન’, ‘GOAT’, ‘લેમોનેડ’, ‘5 તારા’ અને ‘ડુ યુ નો’ જેવા તેમના મનપસંદ ગીતો ગાતા સાંભળવા માટે શો શરૂ થયો તેના કલાકો પહેલાં જ JLN સ્ટેડિયમમાં સેંકડો ચાહકો લાઇનમાં ઉભા હતા. દિલ્હી પહેલા દિલજીતે ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં શો કર્યા હતા જેની ખૂબ ચર્ચા થઈ હતી.

દિલજીતના કોન્સર્ટમાં ફેન્સ નિરાશ થયા

અગાઉ શો સમયસર શરૂ ન થતાં ચાહકો બેચેન બની ગયા હતા. વિલંબને કારણે ઘણા ચાહકો પણ નિરાશ થયા હતા. જો કે, રાત્રે લગભગ 8 વાગ્યે દિલજીતે જોરદાર એન્ટ્રી કરી, જેનાથી ચાહકોને રાહત મળી. તેમાંથી ઘણાએ તેમના મનપસંદ ગાયકને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લાઇવ જોવાની તેમની ઉત્તેજના પણ શેર કરી. દિલજીત દોસાંજના કોન્સર્ટના કારણે સેન્ટ્રલ દિલ્હીના લોધી રોડ સહિત સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ઘણો ટ્રાફિક જામ છે.

આ પણ જૂઓ:  ‘મેરે ઢોલના સુન’ પર માધુરી સાથે ડાન્સ કરતી વખતે પડી વિદ્યા બાલન! પરંતુ ચાલુ રાખ્યો ડાન્સ, જૂઓ વીડિયો

Back to top button