દિલજીત દોસાંઝ અને હાનિયા આમીર Dil-Luminatiના સ્ટેજ પર એક સાથે દેખાયા; જૂઓ વીડિયો


- પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરનો દિવાનો બન્યો દિલજીત દોસાંઝ, લાઈવ કોન્સર્ટમાં પોતાને કહ્યો ‘લવર’
લંડન, 5 ઓકટોબર: પ્રખ્યાત સિંગર દિલજીત દોસાંઝના ગીતો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેના ગીતો દુનિયાભરમાં લોકપ્રિય છે. આ દિવસોમાં તે Dil-Luminati ટૂર માટે ચર્ચામાં છે. દિલજીત દોસાંઝ વિશ્વના અલગ-અલગ દેશોમાં થતી આ મ્યુઝિકલ ટુરને પોતાના દરેક પરફોર્મન્સથી ખાસ બનાવતો જોવા મળે છે. પરંતુ આ વખતે લાઈવ કોન્સર્ટમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. હાલમાં જ લંડનમાં આયોજીત કોન્સર્ટમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર પણ તેની સાથે સ્ટેજ પર જોવા મળી હતી.
View this post on Instagram
દિલજીત દોસાંઝનો લેટેસ્ટ લાઇવ કોન્સર્ટ લંડનમાં યોજાયો હતો. અહીં પણ તેણે પોતાના ગીતોથી લોકોનું ભરપૂર મનોરંજન કર્યું. પરંતુ તે દ્રશ્ય લંડનના આ લાઇવ કોન્સર્ટમાંથી વાયરલ થયું, જ્યારે દિલજીતે પાકિસ્તાનની સુંદર અભિનેત્રી હાનિયા આમિર સાથે સ્ટેજ પર એક નાનકડું પરફોર્મન્સ આપ્યું.
જૂઓ હાનિયા આમિર અને દિલજીતનો વીડિયો
View this post on Instagram
હાનિયા આમિરે દિલજીતના કોન્સર્ટમાં હાજરી આપી હતી. દિલજીતે હાનિયા આમિરને જોતાં તેણીને સ્ટેજ પર બોલાવી અને તેના માટે એક ગીત પણ ગાયું. હાનિયા આમિર સ્ટેજ પર પહોંચી કે તરત જ દિલજીતે તેના માટે પોતાનું હિટ ટ્રેક ‘લવર’ ગાયું. બંનેની કેમેસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા છે.
હું આપનો લવર છું: દિલજીત
દિલજીતે હાનિયા માટે માત્ર ગીત જ ગાયું નથી, પણ પોતાને તેનો ફેન પણ કહ્યો છે. તેણે પંજાબીમાં કહ્યું કે, “હું આપનો અને આપના કામનો લવર છું, તમે ખૂબ સારું કરી રહ્યા છો. આભાર, અહીં આવવા બદલ આભાર. અહીં આવવા માટે હું ખરેખર તમારો હૃદયથી આભાર માનું છું.”
બાદશાહે પણ ખાસ હાજરી આપી હતી
દિલજીતની આ ઈવેન્ટમાં બીજી એક ખાસ વાત જોવા મળી. તેની સાથે રેપર બાદશાહે પણ અહીં પરફોર્મ કર્યું હતું. દિલજીતને હાનિયા અને બાદશાહ સાથે પહેલીવાર જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા નથી.
આ પણ જૂઓ: કેટરિના, કૃતિ સેનન, મલાઈકા અરોરા સહિત સેલિબ્રિટી પહોંચ્યાં ગરબે ઘૂમવાઃ જૂઓ વીડિયો