ટોપ ન્યૂઝનેશનલ

દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી ઉઠાવ્યા સવાલ, તો ભાજપ થયું ગુસ્સે

હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકને લઈ સવાલો ઉઠાવ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકની વાત થઈ રહી છે કે અમે આટલા લોકોને માર્યા, પરંતુ આજ સુધી તેનો કોઈ પુરાવો મળ્યો નથી. આટલું જ નહીં દિગ્વિજય સિંહે અનેક મુદ્દાઓેને ટાંકી કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તો બીજી તરફ ભાજપે તેનો જવાબ આપ્યો છે.

જમ્મુમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે સરકાર અહીં નિર્ણય લેવા માંગતી નથી, અહીંની સમસ્યાનો ઉકેલ લાવવા માંગતી નથી. તે આ સમસ્યાને કાયમ રાખવા માંગે છે જેથી કરીને કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવે છે. તેમણે કહ્યું કે આતંકનું કેન્દ્ર બની ગયેલા પુલવામામાં બહારથી વાહનોની તપાસ કરવામાં આવે છે, તેની વિરુદ્ધ દિશામાંથી વાહન આવે છે, તેને કેમ ચેક કરવામાં ન આવ્યું અને પછી તે અથડાઈ છે અને આપણા 40 CRPF જવાન શહીદ થાય છે.

પુલવામાની ઘટનામાં આતંકીને 300 કિલો RDX ક્યાંથી મળ્યું? દેવેન્દ્ર સિંહ ડીએસપી આતંકવાદીઓ સાથે પકડાયા હતા પણ પછી તેમને કેમ છોડવામાં આવ્યા? અમે પાકિસ્તાન અને ભારતના પીએમ વચ્ચેની મિત્રતા વિશે પણ જાણવા માંગીએ છીએ.

દિગ્વિજય સિંહે શું કહ્યું?

આજ સુધી આ ઘટનાની માહિતી ન તો સંસદમાં રજૂ કરવામાં આવી હતી કે ન તો લોકો સમક્ષ રાખવામાં આવી હતી. તેઓ સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરે છે કે અમે આટલા લોકોને માર્યા, પરંતુ કોઈ પુરાવા નથી, તેઓ માત્ર જુઠ્ઠું બોલીને શાસન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દેશમાં ભાઈઓને અલગ કરવાનું કામ સરકારે કર્યું છે. અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધારવાનું કામ કર્યું. મોંઘવારી અને બેરોજગારી ટોચ પર છે. પીએમ મોદીના કેટલાક ખાસ મિત્રોની આવક વધી છે. તેમણે કહ્યું કે જ્યારથી ખીણમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી આતંકવાદી ઘટનાઓ વધી છે. રોજેરોજ એક યા બીજી ઘટના બની રહી છે અને હવે રાજૌરી સુધી ઘટનાઓ બની રહી છે.

‘ધર્મ વેચીને લાશ પર રાજકારણ કરે છે’

દિગ્વિજય સિંહે આકરા પ્રહાર કરતા કહ્યું કે સનાતન ધર્મ દરેકને પોતાનો પરિવાર માને છે. આ લોકો ધર્મ વેચે છે અને લાશો પર રાજનીતિ કરે છે. વિવેકાનંદજીએ કહ્યું છે કે દરેક ધર્મ માનવતા શીખવે છે, રસ્તા અલગ-અલગ હોઈ શકે છે પરંતુ દરેકની મંઝિલ એક જ છે. આ દેશને આઝાદી અપાવવા માટે હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓએ સાથે મળીને કામ કર્યું. આ લોકોએ બધા વચ્ચે નફરતનું બીજ વાવ્યું છે. ભારત જોડો યાત્રા એ બધા માટે છે.

ભાજપે વળતો પ્રહાર કર્યો

તો બીજી તરફ દિગ્વિજય સિંહના આ નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીનું ચરિત્ર બેજવાબદાર નિવેદન કરવાનું છે. આપણા સુરક્ષા દળો વિરુદ્ધ બોલનાર કોઈપણને દેશ સહન કરશે નહીં. પીએમ મોદી પ્રત્યેની નફરતને કારણે રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહમાં દેશભક્તિ બાકી નથી. કોંગ્રેસની ભારત જોડો યાત્રા માત્ર એક બહાનું છે, હકીકતમાં આ લોકો ભારતને તોડવાનું કામ કરી રહ્યા છે.\

તેમણે કહ્યું કે જ્યારે આપણી બહાદુર સેના પાકિસ્તાનની સીમામાં ઘૂસીને હત્યા કરે છે ત્યારે પાકિસ્તાનને પીડા થાય છે પરંતુ અહીં પણ કેટલાક લોકોને પીડા થાય છે. હું કેટલીક હકીકતો રજૂ કરું. પુલવામા હુમલા બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી હતી.

Back to top button