બંગાળની ચૂંટણીમાં હિંસા અંગે કોંગ્રેસના દિગ્વિજય સિંહે સાધ્યુ નિશાન
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી દરમિયાન થયેલી હિંસા બાદ રાજકારણ ગરમાયું છે. આ કડીમાં હવે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. સોમવારે (10 જુલાઈ) આ મુદ્દે બોલતા દિગ્વિજય સિંહે કહ્યું કે આવી ઘટનાઓને સહન કરી શકાય નહીં. તેમણે કહ્યું, હું મુખ્યમંત્રી મમતા બેનરજીનો પ્રશંસક રહ્યો છું, પરંતુ વર્તમાન થયેલી પરિસ્થિતિ આપણા લોકતંત્ર માટે સારી નથી.
બંગાળમાં હિંસા બાદ ફરી ચૂંટણી
દિગ્વિજય સિંહનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર 697 બૂથ પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં જ્યાં પુનઃ મતદાનની જાહેરાત કરવામાં આવી છે, મુર્શિદાબાદમાં સૌથી વધુ બૂથ છે, ત્યારબાદ માલદામાં 112 બૂથ છે. હિંસાગ્રસ્ત નાદિયામાં 89 બૂથ પર ફરીથી મતદાન યોજાશે, જ્યારે 24 પરગણા જિલ્લાઓ અને અન્ય સ્થળોએ 46 અને 36 બૂથ પર ફરીથી મતદાન યોજાશે.
દિગ્વિજય સિંહએ બંગાળ મુદ્દે કર્યુ ટ્વીટ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટમાં લખ્યું છે કે, પંચાયત ચૂંટણીને લઈને બંગાળમાં જે થઈ રહ્યું છે તે ડરામણું છે, હું મમતા બેનર્જીનું ધૈર્ય અને દ્રઢ સંકલ્પનો પ્રશંસક રહ્યો છું પરંતુ જે થઈ રહ્યું છે તે સહન કરી શકાય તેમ નથી. અમે જાણીએ છીએ કે તમે CPM શાસનમાં આવી જ પરિસ્થિતિનો બહાદુરીથી સામનો કર્યો હતો, પરંતુ અત્યારે જે થઈ રહ્યું છે તે આપણા લોકતંત્ર માટે સારું નથી.
What is happening in Panchayat Polls in Bengal is frightening. I have been an admirer of Mamta of her grit and determination but what is happening is unpardonable. We know you bravely faced similar situation in CPM rule but what is happening now is not good for our Democracy.
— digvijaya singh (@digvijaya_28) July 10, 2023
સ્મૃતિ ઈરાનીએ TMCને આડેહાથ લીધી
જો કે, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ શનિવારે (8 જુલાઈ)ના મતદાન દરમિયાન થયેલી હિંસક અથડામણો માટે TMCની આકરી ટીકા કરી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં જે રીતે લોકો લોકશાહીની હત્યા જોઈ રહ્યા છે. તેમના લોકતાંત્રિક અધિકારોના દાવા માટે લોકોને મારવામાં આવી રહ્યા છે, કોંગ્રેસ એ જ TMC સાથે હાથ મિલાવી રહી છે.”
આ પણ વાંચો: હિંસા બાદ કડક સુરક્ષા વચ્ચે પશ્ચિમ બંગાળમાં ફરી મતદાન, રાજ્યપાલ ગૃહ મંત્રાલયને રિપોર્ટ આપવા દિલ્હી પહોંચ્યા