

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને આડે બહુ ઓછો સમય બાકી છે. સાથે જ આ મામલે રાજકીય હલચલ વધી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે આ વખતે એમપીમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં 230માંથી 116થી વધુ બેઠકો જીતીને આગામી સરકાર બનાવશે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો દાવો, મોદી સરકારે 2,000 બિનજરૂરી નિયમો-કાયદાને નાબૂદ કર્યા
આ સિવાય દિગ્વિજય સિંહે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે કોંગ્રેસ તરફથી કમલનાથ જ મુખ્યમંત્રી પદનો ચહેરો હશે. દિગ્વિજય સિંહે કહ્યું છે કે પાર્ટી આ વર્ષે કમલનાથના નેતૃત્વમાં જ ચૂંટણી લડવા જઈ રહી છે.