નેશનલબિઝનેસવિશેષ

ડિજિટલ ટ્રાન્ઝેક્શન પડી શકે છે મોંઘુ :UPI પેમેન્ટ ચાર્જેબલ થવાની શક્યતા,ભારતીય રિઝર્વ બેન્કની વિચારણા

Text To Speech

ભારતમાં લોકપ્રિય અને વિવિધ પૈસા ની લેવડ-દેવળ માટે ખુબ જ ઉપયોગી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ડિજિટલ પેમેન્ટ માટે કાર્ડ પેમેન્ટના એક વિકલ્પ તરીકે લવાયું હતું. જે હવે બીજા દેશો માં પણ ઉપલબ્ધ છે. આ પેમેન્ટ સિસ્ટમ ઝડપથી સફળ બની તે પાછળનું કારણ ઝડપી પેમેન્ટ પ્રોસિજર ઉપરાંત એ પણ હતું કે આ સિસ્ટમ ભારત માં સંપૂર્ણપણે ફ્રી પણ છે. તેના ઉપયોગ માટે કોઇ કિંમત ચૂકવવી પડતી નથી. જોકે, આ સ્થિતિ બદલાઇ શકે છે. ભારતીય રિઝર્વ બેન્ક યુપીઆઇ પેમેન્ટ્સને ચાર્જેબલ કરવા વિચારી રહી છે.

RBI
ભારતીય રિઝર્વ બેન્કની વિચારણા

ભારતીય રિઝર્વ બેન્કની વિચારણા

આરબીઆઇની લેટેસ્ટ પ્રપોઝલ ‘ડિસ્કશન પેપર ઓન ચાર્જિસ ઇન પેમેન્ટ સિસ્ટમ’ મુજબ તે યુપીઆઇ સિસ્ટમ દ્વારા કરાતા દરેક નાણાકીય વ્યવહાર માટે ફી વસૂલવા વિચાર કરી રહી છે. તે પાછળનો હેતુ યુપીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા અને ચલાવવા પાછળ થયેલો ખર્ચ રિકવર કરવાનો છે.

આરબીઆઇનું કહેવું છે કે યુપીઆઇ દ્વારા કરાતું ફંડ ટ્રાન્સફર ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ (IMPS) દ્વારા કરાતા ફંડ ટ્રાન્સફર જેવું જ છે. જેથી યુપીઆઇનો ચાર્જ પણ IMPS જેટલો જ હોવો જોઇએ. આરબીઆઇ ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ પર પણ ફી લાદવાનું વિચારી રહી છે. જો આ વિચારનો અમલ થશે તો દેશના નાગરિકોને યુપીઆઈ પેમેન્ટ પણ મોંઘું પડશે.

Back to top button