ગુજરાતમધ્ય ગુજરાત

ડિજિટલ ઈન્ડિયાની ગુલબાંગો વચ્ચે STની ટ્રેકિંગ સિસ્ટમ ઠપ, મુસાફરોને રાત્રી મુસાફરી દરમિયાન હાલાકી

સ્માર્ટ સીટી ગણાતા અમદાવાદ શહેરમાં મુસાફરોને રાત્રી દરમિયાન બસ માટે રઝળપાટ કરવા મજબુર બન્યા છે.એસ ટી વિભાગ દ્વારા રાત્રે દરમિયાન બસો માટે મુસાફરોને બસો માટે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમદાવાદના સીટીએમ, બાપુનગર, કૃષ્ણનગર, પાલટી , નહેરુનગર અને ઈસ્કોન જેવા મહત્વના સ્થળો પરથી રાત્રી દરમિયાન બસો ન મળતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં રાત્રી દરમિયાન મુસાફરોને હાલાકી

મહત્વનું છે કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અને સાથે ઉનાળુ વેકેશન પણ આવી રહ્યું છે. ત્યારે મુસાફરોની સંખ્યામા વધારો થયો છે. લાંબી રૂટ પર મોટા ભાગે લોકો રાત્રે મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. તેમજ નોકરિયાતો તથા ધંધાર્થીઓ દિવસ દરમિયાન કામ પતાવી રાત્રે ઘરે જતા હોય છે. અમદાવાદ શહેરની વાત કરવામા આવે તો આવે તો અમદાવાદ શહેરમાં રાત્રી દરમિયાન બસો ન મળી રહેતા મુસાફરો મુઝવણમાં મુકાયા છે.

આ કંટ્રોલ પોઈન્ટ પર નવ વાગ્યા પછી તાળા

જાણકારી મુજબ સીટીએમ, બાપુનગર, કૃષ્ણનગર, પાલડી, નહેરૂનગર, ઈસ્કોન ખાતે આવેલા શહેરના મુખ્ય એસટી કંટ્રોલ પોઈન્ટ પર નવ વાગ્યાની આસપાસ તાળા લાગી જાય છે. અને સવારે 8 વાગ્યા સુધી તે ખુલતા હોય છે. આ દરમિયાન મુસાફરોને પૂછપરી અંગે પણ મુઝવણ થતી હોય છે. એટલુ જ નહી પરંતુ ઓનલાઈન વેબસાઈટ તથા એપ્લીકેશન પરથી ટિકિટ બુક કરાવવા પર બસનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર તેમજ કંડક્ટરના ફોન નંબર ન આપતા હોવાના લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં બસમાં મુસાફરી -humdekhengenews

ટોલ ફ્રી નંબર પર પણ પૂરતી માહિતી મળતી નથી

સીટીએમ વડોદરા, માટે, રાણીપ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન બાજુ જવા માટે તેમજ નહેરુનગર અને ઈસ્કોન ચાર રસ્તા સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જવાના મુખ્ય રસ્તા હોવાથી આ તમામ કંટ્રોલ પોઈન્ટ પાસે સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. પરંતુ આ કંટ્રોલ પોઈન્ટ રાતના નવ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી બંધ રહેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ એસટી વિભાગના પૂછપરછ અને ગ્રાહકસેવા માટેના ટોલ ફ્રી નંબર પર ફોન ઉપાડતા કર્મચારીઓ પાસે પૂરતી માહિતી ન હોવાને કારણે તે મુસાફરોની મુશ્કેલી દૂર કરી શકતા નથી. એટલુ જ નહી પરંતુ ઓનલાઈન બુકિંગ કરાવવા પર બસ નંબર અને કંડકટરના ફોન નંબર ન અપાતા કઈ બસમાં બેસવું તે પ્રશ્ન ઉભો થતો હોય છે.

IRCTC પર ટિકિટ બુક કરાવવામાં હાલાકી

ડિજિટલ ઈન્ડિયાની ગુલબાંગો વચ્ચે ભારતીય રેલમાં ટિકિટ કરાવવા માટેની આઈઆરસીટીસી વેબસાઈટ તેમજ એપ્લિકેશન અત્યંત  ધીમીગતિએ ચાલતી હોવાથી મુસાફરોને ખૂબ હાલાકી વેઠવી પડે છે. ખાસ કરીને ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવવામાં લોકોને વધારે મુશ્કેલી થતી હોય છે.  આ અંગે કેટલાક  મુસાફરોના જણાવ્યા  મુજબ સવારે 10 અને 11 વાગ્યે જ્યારે ઓનલાઈન તત્કાલ બારી ખૂલે છે, ત્યારે સામાન્ય લોકોના અકાઉન્ટ લોગ ઈન થતા નથી તેમના પેજ પરલોડિંગ અને બરિંગ બતાવતા હોય છે. તો બીજી બાજુ એજન્ટના અકાઉન્ટ તરત લોગઈન થઈ જાયછે. જેથી એજન્ટો સાથે સાઠગાંઠ કરી તંત્ર દ્વારા લોકોને  લૂંટવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપો કરવામા આવી રહ્યા છે. વધુમાં  મુસાફરોના જણાવ્યા અનુસાર  દરરોજ વેબસાઈટ અને એપ્લિકેશન તકનિકી કારણોસર બંધ રાખવામા આવે છે. તેમ છતાં છેલ્લાં ત્રણ ચાર દિવસથી તત્કાલ બુકિંગ સમયે ડાઉનટાઈમ રખાતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આમ આઈઆરસીટીસી પર ટિકિટ બુક કરાવીએ ધીરજની કસોટી કરવા સમાન હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે.

 આ પણ વાંચો : ST બસ બની યમદૂત ! બસ સ્ટોપ પર ઉભેલા મુસાફરોને અડફેટે લેતાં 4 ના મોત, અન્ય ઇજાગ્રસ્ત 

Back to top button