કૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં રવિ સીઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી પ્રારંભ, 18 હજારથી વધુ ગામને આવરી લેવાશે

Text To Speech

ગાંધીનગર, તા. 15 ડિસેમ્બર, 2024: ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ ૨૦૨૪-૨૫ સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તા. ૨૫ ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

૪૫ દિવસ સુધી ચાલશે સર્વે

હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના ૩૩ જિલ્લાના તમામ ખેતર માટે રવિ ૨૦૨૪-૨૫ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજ તા. ૧૫મી ડિસેમ્બરથી રાજ્યભરમાં ૪૫ દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮,૪૬૪ ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે.

શું ફાયદો થશે

આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. ૧૨ ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે પૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં ૧૦૦ % પાણીપત્રક નમૂના નં. ૧૨ માં નોંધણી થશે. જેથી નમૂના નં. ૧૨ માં પાકની નોંધણી સદર બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં એક વર્ષમાં 10 પીઆઈ ફરજ મુક્ત કરવામાં આવ્યા, જૂઓ યાદી

Back to top button