ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટનો સિલસિલો યથાવત, નિવૃત્ત બેંક કર્મચારીએ 56 લાખ રૂપિયા ગુમાવ્યા

Text To Speech
  • રાજકોટ અને ભાવનગરમાં ડિજિટલ એરેસ્ટની ઘટનામાં 71 લાખ રૂપિયાની છેતરપિંડી
  • ‘તમારું અરેસ્ટ વોરન્ટ કાઢ્યું છે’ તેમ કહીને આરોપીએ ડિજિટલ એરેસ્ટને અંજામ આપ્યુ
  • કોઇપણ આવી ઘટના બને તો સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પણ કાર્યરત છે

ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં નિવૃત્ત બેંક કર્મચારીએ 56 લાખ રૂપિયા ગુમાવ્યા છે. તેમાં રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મચારીને 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.

‘તમારું અરેસ્ટ વોરન્ટ કાઢ્યું છે’ તેમ કહીને આરોપીએ ડિજિટલ એરેસ્ટને અંજામ આપ્યુ

રાજ્યમાં બે દિવસમાં રાજકોટ અને ભાવનગરમાં ડિજિટલ એરેસ્ટની ઘટનામાં 71 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 56 લાખ અને ભાવનગરમાં ડિજિટલ એરેસ્ટમાં 15 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાં છે. જેમાં રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને ‘તમારું અરેસ્ટ વોરન્ટ કાઢ્યું છે’ તેમ કહીને આરોપીએ ડિજિટલ એરેસ્ટને અંજામ આપીને 56 લાખ રૂપિયા પડાવી પાડ્યા હતા.

સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પણ કાર્યરત છે

સમગ્ર ઘટનામાં આરોપી નિવૃત બેંક મેનેજરને દર બે કલાકે વોટ્સએપના માધ્યમથી ફોટા મંગાવતો, આ પછી આરોપીએ થોડા થોડા કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઘટનામાં મની લોન્ડરિંગનો ઉપયોગ થયો હોવાનું જણાય આવ્યું છે. જ્યારે સરકાર દ્વારા સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે વેબસાઈટમાં પોર્ટલ લોન્ચ કર્યું છે. આ સાથે સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પણ કાર્યરત છે.

આ પણ વાંચો: કલોલમાં એક્સ.આર્મીમેને કર્યું ફાયરિંગ, યુવકનું મૃત્યુ તથા 3 ઘાયલ

Back to top button