સ્પોર્ટસ

ક્રિકેટના દરેક ફોર્મેટમાં મળી શકે છે અલગ કેપ્ટન, BCCI કરી રહી છે વિચારણા

Text To Speech

બીસીસીઆઈ દ્વારા તમામ ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન બનાવવાની વિચારણા કરવામાં આવતી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સંભવતઃ નવા વર્ષથી જ આ ફેરફાર થઈ શકે છે. જે અંગે હાલ સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમનું પ્રદર્શન સંતોષકારક રહ્યું નથી. ભારતે અનેક ટુર્નામેન્ટ ગુમાવી છે.

ટીમને આવતા મહિને મળી શકે છે નવી પસંદગી સમિતિ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રમાયેલા એશિયા કપથી લઈને T20 વર્લ્ડ સુધી ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હતી. દરમિયાન BCCIએ ચેતન શર્માની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિને હટાવી દીધી હતી. હવે આગામી નવા મહિને ભારતીય ક્રિકેટ ટીમને નવી પસંદગી સમિતિના સભ્યો મળી શકે છે. નવી પસંદગી સમિતિને ભારતીય ટીમના પુનઃનિર્માણની જવાબદારી સોંપવામાં આવશે. T20 વર્લ્ડકપ હાર્યા બાદ BCCI વિભાજિત કેપ્ટનશીપ તરફ જોઈ રહ્યું છે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાર્દિક પંડયાને T20ના કેપ્ટન બનાવી શકે છે.

Back to top button