ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

સપના ચૌધરીને ઓળખ આપનાર, લાખો વ્યૂઝ મેળવનાર વીડિયો તમે જોયો?

Text To Speech
  • સપના ચૌધરીનું 5 વર્ષથી વધુ જૂનું ગીત આજે પણ મચાવે છે ધૂમ
  • સપનાનું દરેક ગીત રિલીઝ થતાની સાથે જ ટ્રેન્ડીંગ લિસ્ટમાં સ્થાન બનાવે છે

HD ન્યૂઝ ડેસ્ક, 30 જાન્યુઆરી: હરિયાણાની સિંગર અને ડાન્સર તરીકે ઓળખાતી સપના ચૌધરીને આજે સૌ કોઈ જાણે છે. સપનાને જોવા માટે અત્યારે પણ લાખોની ભીડ એકઠી થઈ જાય છે. તેનું કોઈપણ ગીત રિલીઝ થતાની સાથે જ ટ્રેન્ડીંગ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લે છે. સપનાનું પાંચ વર્ષથી વધુ જુનું એક ગીત અત્યારે પણ જો કોઈ પાર્ટીમાં ન વગાડવામાં આવે તો પાર્ટી અધુરી લાગે છે. આ ગીતને રિલીઝ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે પરંતુ તેના વ્યુઝ અત્યારે પણ વધી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ સપના ચૌધરીના ગીત ‘તેરી આંખ્યા કા યો કાજલ’ની. આજે પણ લોકો આ ગીત સાંભળવાનું ખુબજ પસંદ કરે છે.

સપના ચૌધરીના ગીત ‘તેરી આંખ્યા કા યો કાજલ’ની વાત કરીએ તો આ ગીત 5 વર્ષ પહેલા રિલીઝ થયું હતું. આ ગીતને અત્યાર સુધીમાં 474 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ ગીતના શબ્દો વીર ધૈયાએ લખ્યા છે.

અનેક ચેનલો પર થયું છે ગીત રિલીઝ

‘તેરી આંખ્યા કા યો કાજલ’ માત્ર એક જ નહીં પરંતુ અનેક યુટ્યુબ ચેનલો પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને દરેક ચેનલ પર 100 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આજે પણ દરેક વ્યક્તિ આ ગીત પર રીલ બનાવે છે. આજે પણ આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. તમે પણ જૂઓ અહીં ‘તેરી આંખ્યા કા યો કાજલ’

 

સપનાનો ક્રેઝ અનેક ગણો વધ્યો

સપના ચૌધરીના ડાન્સના ચાહકો પહેલા પંજાબ અને હરિયાણામાં વધુ હતા, પરંતુ બિગ બોસનો ભાગ બન્યા બાદ સપના આખા દેશમાં જાણીતી થઈ છે. આ શો પછી સપના ચૌધરીને બોલિવૂડમાં પણ કામ મળવા લાગ્યું છે. તેણીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ્સ પણ કર્યા છે. તેણીએ નાનુ કી જાનુ, ભૃંગોવર અને વીરે કી વેડિંગ જેવી ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ કર્યા છે. સપના ચૌધરી પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેણીએ ફિલ્મ દોસ્તી કે સાઇડ ઇફેક્ટ્સમાં લીડ તરીકે કામ કર્યું હતું.

આ પણ વાંચો: ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત સાથે કિંજલ દવે ફરી મચાવશે ધૂમ, કોર્ટે કેસ રદ કર્યો

Back to top button