લાઈફસ્ટાઈલ

શું આપ જાણો છો આપણા રસોડામાં એક એવી દવા છે, જેનો ઉપયોગ કરીને તમે તમારું વજન નિયંત્રિત કરી શકો છો

વધારે પડતા વજનને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થતી હોય છે.   જેથી વજનને નિયંત્રણમાં રાખવું ખુબ જરુરી છે.  વજન ઘટાડવા માટે લોકો અનેક પ્રકારની મોંઘી દવાઓનો ઉપયોગ કરતા હોય છે.  પરંતુ શુ તમે જાણો છો તમારા રસોડામાં રહેલ અમુક વસ્તુથી જ તમે તમારા વજનને નિયંત્રિત કરી શકો છો. જી હા આપડા રસોડામાં એક એવી દવા છે. જેનાથી વજન નિયંત્રિત કરી શકાય છે. શું છે આ દવા આવો જાણીએ …… આ ખાસ રીપોટમાં

વરિયાળી-humdekhengenews

વરિયાળી એક ઔષધી તરીકે

વરિયાળીનું પાણી સ્થૂળતા ઘટાડે છે,અને શરીરને ડિટોક્સ કરે છે સાથો સાથ આંખોને ઠંડક આપે છે ખાસ કરીને માતા બનેલી સ્ત્રીઓ માટે રામબાણ ઉપાય જોવા મળે છે. આજકાલ, વિશ્વભરમાં વસ્તીનો મોટો હિસ્સો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે. જેના કારણે હાર્ટ એટેક અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઉદભવવા લાગે છે.વજન ઘટાડવા માટે જીમમાં જવું અને વર્કઆઉટ કરવું એ એકમાત્ર વિકલ્પ નથી. પરંતુ શું તમે જાણો છો કે આપણા રસોડામાં એક એવી દવા છે, જેનો ઉપયોગ કરીને તમે તમારું વજન નિયંત્રિત કરી શકો છો. વરિયાળીનું પાણી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.વરિયાળી સામાન્ય રીતે જમ્યા પછી માઉથ ફ્રેશનર અને પાચક તરીકે લેવામાં આવે છે, પરંતુ તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.વરિયાળીનું પાણી શરીરને આકાર આપવા અને વજન ઘટાડવામાં અસરકારક છે

વરિયાળી-humdekhengenews

 

વરિયાળી ખાવાના અનેક ફાયદા

ડાયેટિશિયન અંશુ ચૌહાણના જણાવ્યા મુજબ, વરિયાળીના બીજ ફાઇબર, એન્ટીઑકિસડન્ટો અને ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે ચરબી બર્ન કરવામાં મદદ કરી શકે છે. વરિયાળીના બીજ પાચન અને ચયાપચયને યોગ્ય રાખવામાં પણ મદદરૂપ છે, જેના કારણે શરીરને ખોરાકમાંથી પોષક તત્વો મળી રહે છે અને ભૂખ ઓછી લાગે છે.એક ચમચી વરિયાળીના બીજને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે સૌથી પહેલા આ પાણીનું સેવન કરો. વરિયાળીનું પાણી પેટમાં ભરપૂરતાનો અહેસાસ કરાવે છે, જેના કારણે વધુ ખાવાની ઈચ્છા થતી નથી અને વજન સરળતાથી ઘટાડી શકાય છે.નેહા ધૂપિયાએ વરિયાળીનું પાણી પીને 23 કિલો વજન ઘટાડ્યુંઆયુર્વેદચાર્ય ડૉ. આર. અચલ અનુસાર, વરિયાળીમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે જે ખીલ થવા દેતા નથી. વરિયાળીમાં હાજર આવશ્યક તેલ શરીરમાંથી ઝેરના તત્વોને દૂર કરીને લોહીને સાફ કરવામાં મદદરૂપ થાય છે.મેટાબોલિઝમ પેશીઓને ઉર્જા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વરિયાળી ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને ખાલી પેટે તેનું સેવન શરીર માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

વરિયાળી-humdekhengenews

 

જાણો કેવી રીતે કરી ઉપયોગ કરવો

શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે વરિયાળી એક પ્રાકૃતિક ડિટોક્સિફાયર છે તેથી જ તે ઘણીવાર જમ્યા પછી ખાવામાં આવે છે. તે તમારા શરીરમાંથી વિવિધ ઝેરી તત્વોને બહાર કાઢીને પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા ઉનાળામાં વરિયાળીના થંડાઈનું સેવન કરવામાં આવે છે. તંદુરસ્ત પેટની સીધી અસર વજન પર પડે છે.શરીરને ઠંડુ રાખો, હીટ સ્ટ્રોકથી બચાવો ઉનાળામાં વરિયાળી શરીરનું તાપમાન ઠંડુ રાખે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે. વરિયાળીમાં મૂત્રવર્ધક પદાર્થ હોય છે, તેથી વરિયાળીની ચા અથવા વરિયાળીનું પાણી પીવાથી શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ મળે છેવરિયાળીમાં ઝીંક, ફોસ્ફરસ, સેલેનિયમ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય વરિયાળીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ શરીરને ફ્રી રેડિકલથી સુરક્ષિત રાખે છે. ફ્રી રેડિકલ્સ શરીરમાં ઓક્સિડેટીવ તણાવનું કારણ બને છે, જે સ્થૂળતા અને અન્ય ઘણા રોગો તરફ દોરી શકે છે.આ રીતે વરિયાળીનું પાણી બનાવોએક ચમચી વરિયાળી લો અને તેને બે ગ્લાસ પાણીમાં નાખો. તેમાં એક ચપટી હળદર મિક્સ કરો અને તેને આખી રાત ઢાંકીને રાખો. સવારે તે પાણીમાંથી એક ગ્લાસ પાણી કાઢીને ઉકાળો અને ઠંડુ કરો અને તેને એકસાથે પીવો અથવા દિવસભર ચૂસકી મારીને પીવો.ટ

આ પણ  વાંચો : તલાટીની પરીક્ષાને કારણે ST વિભાગ બન્યું માલામાલ ! એક જ દિવસમાં થઈ અધધધ આવક

Back to top button