શું ખરેખર વિજય અને રશ્મિકા મંદન્ના કરી લીધા લગ્ન ? વાયરલ થઈ તસવીરો


સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડા અને નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના પોતાના પ્રોફેશનલ લાઈફની જેમ જ પોતાની પર્સનલ લાઈફ માટે પણ હેડલાઈન્સમાં રહે છે. એક્ટર માટે લાખો છોકરીઓ ક્રેઝી છે પરંતુ વિજય દેવરાકોંડાનું નામ રશ્મિકા મંદન્ના સાથે જોડાયેલું છે. દાવો કરવામાં આવે છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે, રશ્મિકા અને વિજય હંમેશા એકબીજાને સારા મિત્રો ગણાવે છે. પરંતુ હવે બંને સાથે જોડાયેલા એક સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર રશ્મિકા અને વિજયની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં બંને વર-કન્યા તરીકે પોઝ આપી રહ્યાં છે. તસવીર અનુસાર બંનેએ લગ્ન કરી લીધા છે. તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં બબીતાજીનો થયો અકસ્માત
બંને માળા પહેરેલા જોવા મળ્યા
રશ્મિકા મંદન્ના અને વિજય દેવરકોંડાના અફેરની અફવાઓ વચ્ચે બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં બંને એકબીજાના ગળામાં માળા પહેરાવતા જોવા મળે છે. આ દરમિયાન રશ્મિકા અને વિજય દેવરાકોંડાના ચહેરા પર સ્મિત પણ જોવા મળે છે. પોસ્ટ જોઈને લાગે છે કે બંને તેમના લગ્નથી ખૂબ જ ખુશ છે. વિજય દેવરાકોંડા સફેદ શેરવાની અને પાઘડીમાં ડેશિંગ દેખાય છે અને રશ્મિકા ગોલ્ડન આઉટફિટમાં છે. બંનેની આ તસવીર ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે.

શું છે તસવીરોનું સત્ય ?
વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદન્નાની આ તસવીરમાં કોઈ સત્ય નથી. આ તસવીર બંનેના ફેન પેજ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે અને જો આ તસવીરને ધ્યાનથી જોવામાં આવે તો એક ફેને એક્ટરની તસવીર મોર્ફ કરી છે, તે પણ સ્પષ્ટ દેખાય છે, તેથી આ બંનેએ લગ્ન કરી લેવાની વાત બિલકુલ અફવા છે.

વિજય-રશ્મિકાએ બોલિવૂડમાં પણ કામ કર્યુ છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિજય દેવરકોંડા છેલ્લે ફિલ્મ ‘લિંગર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ કરવામાં આવ્યું હતું પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ સાથે જ રશ્મિકાએ ફિલ્મ ‘ગુડબાય’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.