ટોપ ન્યૂઝનેશનલ

કુસ્તીબાજોએ આંદોલનમાંથી કરી પીછે હટ ? સાક્ષી મલિક, બજરંગ પુનિયાએ કર્યો ખુલાસો

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં સામેલ પહેલવાનોને લઈને હાલ મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે. જેમાં એવો દાવો કરવામા આવી રહ્યો છે કે બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક, આંદોલનમાંથી પીછે હટ કરી છે. અહેવાલો અનુસાર, તેમણે બ્રિજ ભૂષણ વિરુદ્ધ આંદોલનમાંથી પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું છે. જો કે સાક્ષી મલિકે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ કર્યો ખુલાસો

બ્રજભૂષણને હટાવવા માટે દેખાવ કરી રહેલા પહેલવાનોને લઈને અફવા ઉડી હતી. જેમાં દાવો કરવામા આવી રહ્યો હતો કે બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક, આંદોલનમાંથી પીછે હટ કરી છે. આ અફવા ઉડતા સાક્ષી મલિક સામે આવી છે. અને આ અફવાઓ અંગે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે. જેમાં તેને આ તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા. સાક્ષીએ ખુલાસો કર્યો છે કે તે ખાલી રેલવેની નોકરીમાં પાછી ફરી રહી છે જોકે આંદોલન ચાલુ રહેશે.

જાણો સાક્ષીએ ટ્વિટમાં શું કહ્યું

સાક્ષી મલિકે આંદોલનમાંથી પીછે હટની અફવાઓ અંગે ટ્વિટ કરતા કહ્યું કે ‘ આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. ન્યાયની લડાઈમાં અમારામાંથી કોઈએ પીછેહઠ કરી નથી. સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહ્યી છું. ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. કૃપા કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.

ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે : બજરંગ પુનિયા

આંદોલન પાછું ખેંચવાના સમાચાર માત્ર અફવા છે. ‘આ સમાચાર અમને નુકસાન પહોંચાડવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે., ‘અમે ન તો પીછેહઠ કરી છે અને ન તો આંદોલન પાછું ખેંચ્યું છે. મહિલા રેસલર્સે એફઆઈઆર દાખલ કરવાના સમાચાર પણ ખોટા છે, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.’

શું છે સમગ્ર મામલો

વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો હતો. આ કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા પણ કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં બ્રિજભૂષણ સિંહ સામે ધરણા કર્યા હતા. જોકે, રમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજો પરત ફર્યા હતા.

  આ પણ વાંચો : લાલ દરવાજાના નવા AMTS બસ સ્ટેન્ડનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ

Back to top button