ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું કેરળ સરકારે પોતાના વિદેશ સચિવની નિમણૂક કરી? હોબાળા બાદ મુખ્ય સચિવનું નિવેદન, જાણો

  • IAS કે. વાસુકીને વિદેશ સચિવ તરીકે નિયુક્ત કર્યાની અટકળો વહેતી થતાં કેરળ સરકારની થઈ રહી છે આકરી ટીકા 

તિરુવનંતપુરમ, 21 જુલાઈ: કેરળને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. હકીકતમાં, પીનારાઈ વિજયન સરકારે એક અણધાર્યું પગલું ભરીને પોતાના જ વિદેશ સચિવની નિમણૂક કરી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.  જે અંગે  મુખ્ય સચિવ ડૉ. વી. વેણુએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યમાં ‘વિદેશ સચિવ’ જેવું કોઈ પદ નથી. તેમણે એક મીડિયા અહેવાલની પણ આકરી ટીકા કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, સરકારે રાજ્યમાં ‘વિદેશ સચિવ’ તરીકે IAS અધિકારી ડૉ. કે. વાસુકીની નિમણૂક કરી છે અને તેમણે આ રિપોર્ટને નકલી ગણાવ્યો. કેરળની ડાબેરી મોરચાની સરકારના મુખ્ય સચિવને પૂછવામાં આવ્યું કે, શું રાજ્ય સરકારે વિદેશ સચિવની નિમણૂક માટે આદેશ જારી કર્યો છે? તો તેનો જવાબ કે, ના. સરકારમાં બેઠેલા લોકો એ મૂળ વાતથી અજાણ નથી કે વિદેશી બાબતો કેન્દ્ર સરકારનો વિષય છે.

 

કેરળ  સરકારે કે. વાસુકી નામના IAS અધિકારીને વિદેશ સચિવ તરીકે નિયુક્ત કર્યાની અટકળો વહેતી થતાં કેરળ સરકારના આ નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે અને ભાજપે કહ્યું છે કે, કેરળના CMએ ફેડરલ લિસ્ટનું ઉલ્લંઘન કર્યું છે. બીજેપીનું કહેવું છે કે, કેરળના વિચિત્ર આદેશમાં બાહ્ય સહયોગ સંબંધિત બાબતો માટે વિદેશ સચિવની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્યને વિદેશી બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. કેરળ સરકારના આ પગલાને બંધારણની કેન્દ્રીય સૂચિમાંના વિષયો પર અતિક્રમણ તરીકે જોવામાં આવી રહ્યું છે. સરકારે 15 જુલાઈના રોજ એક આદેશ જારી કરીને જણાવ્યું હતું કે, સેક્રેટરી (શ્રમ અને કૌશલ્ય) કે. વાસુકી બાહ્ય સહકાર સંબંધિત બાબતોનો વધારાનો હવાલો સંભાળશે.

વિદેશી સહકાર વિભાગની રચના કરવામાં આવી

મુખ્ય સચિવે સ્પષ્ટતા કરી કે, આ સમાચાર ખોટા છે. વાસ્તવિકતા એ છે કે રાજ્ય સરકારે થોડા સમય પહેલા વ્યાપારી, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક સહયોગ માટે વિદેશી એજન્સીઓ, બહુપક્ષીય સંસ્થાઓ અને દૂતાવાસો સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓનું સંકલન કરવા માટે બાહ્ય સહકાર વિભાગની રચના કરી હતી. સરકારે આ બાબતો વિદેશી દેશો સાથે રાજદ્વારી સંબંધો બનાવવા અને કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવતી બાબતોમાં હસ્તક્ષેપ કરવા માટે નહીં, પરંતુ રાજ્યના વિકાસ માટે નવા સંબંધો સ્થાપિત કરવાના પ્રયાસરૂપે કરી છે.

નિમણૂક અંગેની સ્પષ્ટતા

મુખ્ય સચિવે કહ્યું કે, “ઘણી વિદેશી એજન્સીઓ, બહુપક્ષીય એજન્સીઓ, વિદેશી દેશોના દૂતાવાસોમાં કામ કરતી સંસ્થાઓ અને પ્રતિનિધિમંડળો કેરળ રાજ્ય સરકાર તેમજ અન્ય રાજ્ય સરકારો સાથે નિયમિત સંપર્કમાં છે. પરસ્પર સહકાર દ્વારા વ્યાપારી, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહકારી સંબંધોની રચના થાય છે. રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રી જ્યારે વિદેશ જાય છે ત્યારે ત્યાં થયેલી ચર્ચાઓના પરિણામે અનેક પ્રતિનિધિઓ નવા સંપર્કો કરવા કેરળ આવે છે. ભૂતકાળના વર્ષોમાં, આને વિવિધ વિભાગોની જવાબદારી તરીકે જોવામાં આવટી હતી. જ્યારે આવી ચર્ચાઓની સંખ્યા વધી, ત્યારે સમજાયું કે વધુ સારા સંકલનની જરૂર છે. પ્રધાન સેક્રેટરી સુમન બિલ્લા, જેઓ હાલમાં જ રાજ્ય સેવામાં હતા, તેઑ આ હવાલો સંભાળતા હતા. જ્યારે તેઓ કેન્દ્રીય સેવામાં જોડાયા ત્યારે તેમણે તેમનું કામ ડૉ. કે. વાસુકીને આપ્યું. ઓર્ડર સ્પષ્ટપણે જણાવે છે કે, શું કરવાની જરૂર છે.”

કોણ છે IAS અધિકારી ડૉ. કે વાસુકી?

ડૉ. કે વાસુકી 2008 બેચના IAS અધિકારી છે. તેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 97મો રેન્ક મેળવ્યો હતો. ડો. કે વાસુકીને પહેલા મધ્યપ્રદેશ કેડર અને પછી વર્ષ 2011માં કેરળ કેડર મળી હતી. ડૉ. વાસુકીએ કેરળ કેડરના IAS ડૉ. એસ. કાર્તિકેયન સાથે લગ્ન કર્યા જેના પછી તેમને આ કેડર મળી. IAS બનતા પહેલા ડૉ. વાસુકી મેડિસિન ક્ષેત્રમાં હતા. તે સરકારી હોસ્પિટલમાં કામ કરતાં હતા, આ દરમિયાન તેમણે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. ડૉ. કે. વાસુકીએ છોકરીઓ સાથે ભેદભાવ અને છેડતી સામે અવાજ ઉઠાવ્યો. તેમણે વર્ષ 2017માં ‘સુચિત્વા મિશન’ના ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ડૉ. વાસુકીએ ગ્રીન પ્રોટોકોલના અમલીકરણમાં કરેલા પ્રયત્નો માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. વાસુકી સામાજિક કાર્યોમાં પણ ખૂબ સક્રિય છે.

આ પણ જૂઓ: કર્ણાટકમાં અગડંબગડં ચાલુ છેઃ હવે IT કર્મચારીઓ સરકારથી નારાજ, જાણો શું થયું?

Back to top button