ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું ભારતીય સેનાએ બાલાકોટમાં ફરીથી કરી સર્જિકલ સ્ટ્રાઈક? સંરક્ષણ મંત્રાલયે આપી માહિતી

જમ્મુ-કાશ્મીર: મંગળવારે સવારે સમાચાર આવ્યા કે ભારતીય સેનાએ બાલાકોટ સેક્ટરમાં ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જો કે આ અંગે રક્ષા મંત્રાલય તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને કોઈ સ્ટ્રાઈક કરવામાં આવી નથી.

સેનાએ બંને આતંકીઓને ઠાર કર્યા

સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે બાલાકોટ સેક્ટરમાં એલઓસી પર બે આતંકવાદીઓ ભારતીય બોર્ડરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ તેમના મિશનમાં નિષ્ફળ ગયા છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે બે આતંકવાદીઓ ખરાબ હવામાન, ધુમ્મસ અને તૂટેલા રસ્તાનો ફાયદો ઉઠાવીને બાલાકોટ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાને આ વાતની જાણ થતાં જ તેમણે હમીરપુર વિસ્તારમાં બંને આતંકીઓને ઠાર માર્યા હતા.

LOC પર સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

આર્મી ઓપરેશનની વિગતો આપતા જમ્મુના સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્ટવાલે જણાવ્યું હતું કે, “પોલીસ અને એજન્સીઓના ગુપ્તચર ઇનપુટ્સથી એલઓસી પાર આતંકવાદીઓની હાજરીનો ખુલાસો થયો છે. આ પછી દેખરેખ વધારી દેવામાં આવી હતી. બંને આતંકવાદીઓએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા જ સેનાએ તેમની સાથે એન્કાઉન્ટર શરૂ કર્યું અને બંનેને ઠાર કરવામાં આવ્યા.

આ પણ વાંચો-જો ચંદ્રયાન-3નું લેન્ડિંગ નિષ્ફળ જશે તો શું થશે? ઈસરોના વૈજ્ઞાનિકોએ આ તૈયારી કરી

ભારતીય સેનાએ કહ્યું કે બંને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, પરંતુ તેમના મૃતદેહ મળી શક્યા નથી. કારણ કે સેના સાથેની અથડામણમાં ઘાયલ થયા બાદ બંને આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનની સરહદમાં ગયા હતા. આ ઉપરાંત એન્કાઉન્ટર સ્થળ પરથી એક AK-47 રાઈફલ, બે મેગેઝીન, 30 કારતૂસ અને પાકિસ્તાનમાં બનેલી કેટલીક દવાઓ પણ મળી આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધી

એક અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. આંકડાઓ અનુસાર, ઓગસ્ટ 2019 પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. 5 ઓગસ્ટ 2019થી 16 જૂન 2023 સુધીના ડેટા અનુસાર 231 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ ડિવિઝનમાં છેલ્લા 4 વર્ષમાં 71% વધુ ઘૂસણખોરીની ઘટનાઓ જોવા મળી છે.

આ પણ વાંચો-લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મળ્યો મૃતદેહ , તણાવને કારણે આત્મહત્યાની આશંકા

 

Back to top button