શું સરકારે નિવૃત્તિની ઉંમરમાં 2 વર્ષનો વધારો કર્યો, 62 વર્ષની ઉંમરે પૂરી થશે નોકરી? જાણો સત્ય
- સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં વય મર્યાદા વધારવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
નવી દિલ્હી, 20 નવેમ્બર: કેન્દ્ર સરકારે નિવૃત્તિની ઉંમર વધારવાનો કોઈ નિર્ણય લીધો નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં વય મર્યાદા વધારવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તપાસ દરમિયાન, આ દાવો ખોટો સાબિત થયો છે. આ પહેલા પણ એવા અહેવાલો આવ્યા છે કે, સરકાર પાસે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. હાલ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોજનાનું નામ ‘નિવૃત્તિ વય વધારો યોજના’ છે, જે અંતર્ગત 1 એપ્રિલ, 2025થી નિવૃત્તિ વય 2 વર્ષ વધારીને 62 વર્ષ કરવામાં આવી છે.
દાવો થઈ રહ્યો છે વાયરલ
‘Retirement Age Increase 2024, નિવૃત્તિની વયમાં 2 વર્ષનો વધારો, કેબિનેટની બેઠકમાં મળી મંજૂરી’ શીર્ષક સાથેનો લેટર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યોજનાનું નામ ‘નિવૃત્તિ વય વધારો યોજના’ છે, જે અંતર્ગત 1 એપ્રિલ, 2025થી નિવૃત્તિ વય 2 વર્ષ વધારીને 62 વર્ષ કરવામાં આવી છે. જેના લાભાર્થીઓ ‘તમામ કેન્દ્રીય કર્મચારીઓ’ હશે.
શું છે સત્ય?
PIB એટલે કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. PIB દ્વારા મંગળવારે માહિતી આપવામાં આવી હતી કે, ‘સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવોમાં ભારત સરકારે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય 2 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવામાં આવ્યું છે. આ દાવો ખોટો છે. ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી તેમજ સત્યતા તપાસ્યા વિના માહિતી શેર ન કરવા સૂચના આપવામાં આવી છે.
सोशल मीडिया पर वायरल हो रहे खबरों में दावा किया जा रहा है कि भारत सरकार ने केंद्रीय कर्मचारियों की रिटायरमेंट आयु में 2 साल की वृद्धि करने का निर्णय लिया है#PIBFactCheck
❌ यह दावा फर्जी है
✅ भारत सरकार ने ऐसा कोई निर्णय नहीं लिया है
⚠️ बिना सत्यता जांचे खबरें साझा न करें pic.twitter.com/KahXlVIrAF
— PIB Fact Check (@PIBFactCheck) November 19, 2024
સરકારે શું કહ્યું?
ઓગસ્ટ 2023માં, લોકસભામાં નિવૃત્તિની ઉંમરને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, “શું સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર બદલવાનો કોઈ પ્રસ્તાવ છે કે નહીં.” જેનો જવાબ કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વયને લઈને કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.’
આ પણ જૂઓ: સોનાનો ભાવ આકાશને આંબશે, Goldman Sachs એ વધારી લોકોની ચિંતા