બાળકીએ થોડા સમય પહેલાં લખેલો નિબંધ વાયનાડની ઘટનામાં સાચો પડ્યો? જાણો શું લખ્યું હતું
- વાયનાડમાં થયેલા ભૂસ્ખલનથી 250થી વધુ લોકોના મૃત્યુ થયા છે
નવી દિલ્હી, 2 ઓગસ્ટ: કેરળના વાયનાડમાં કુદરતે એવો કહેર મચાવ્યો કે જેના ઘા કદાચ ક્યારેય રૂઝાય નહીં. વાયનાડમાં સર્વત્ર વિનાશનું ભયાનક દ્રશ્ય દેખાઈ રહ્યું છે. 250થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઘણા ઘાયલોની સારવાર ચાલી રહી છે. વાયનાડમાં જ્યાં જુઓ ત્યાં ખંડેર ઈમારતો, ધ્વસ્ત મકાનો અને વિશાળ પથ્થરો જે વિનાશની ભયાનકતાનું વર્ણન કરતા જોવા મળે છે. એક તરફ કેરળમાંથી લોકોની ઘણી દર્દનાક વાતો બહાર આવી રહી છે.
બીજી બાજુ, આ એક વિચિત્ર સંયોગ છે કે કેરળમાં સમાન વિનાશનો ઉલ્લેખ એક શાળાની છોકરી દ્વારા લખાયેલા નિબંધમાં કરવામાં આવ્યો હતો. છોકરીનો નિબંધ જે રીતે કેરળના વિનાશ સાથે મેળ ખાય છે તે એક વિચિત્ર સંયોગ છે. 14 વર્ષની છોકરી લાયા દ્વારા શાળા માટે લખવામાં આવેલો નિબંધ કેરળના વિનાશની આગાહી કરે છે. છોકરીનો આ નિબંધ એક ડિજિટલ મેગેઝિનમાં પ્રકાશિત થયો હતો, જે થોડા દિવસો પછી સાચી સાબિત થયો છે.
છોકરીના નિબંધમાં પક્ષીએ આપી ચેતવણી
રાજ્ય સરકારના કેરળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેક્નોલોજી ફોર એજ્યુકેશન (KITE) પ્રોજેક્ટ દ્વારા લિટલ KITEs પહેલ હેઠળ શાળામાં તાજેતરમાં ‘વેલ્લારમ કલ્લુકલ’ નામનું મેગેઝિન બહાર પાડવામાં આવ્યું હતું. ‘અગ્રહતિન્તે દુરાનુભવમ’ (ઈચ્છાની દુર્ઘટના) શીર્ષકવાળો નિબંધ બે છોકરીઓ આલમક્રૂથા અને અનાસ્વરા વિશે છે જે શાળામાંથી છૂટીને પછી તેમના ગામની નદી કિનારે ચાલવાની યોજના બનાવે છે અને નદી કિનારે ચાલતી વખતે તેઓ એક ધોધ પર પહોંચે છે. આ સમય દરમિયાન, જ્યારે બંને છોકરીઓ ધોધની સુંદરતાની પ્રશંસા કરી રહી છે, ત્યારે એક પક્ષી ત્યાં આવે છે. આ પક્ષી અન્ય પક્ષીઓથી સાવ અલગ હતું. પંક્ષીએ તેમને કહ્યું કે, ‘બાળકો, અહીંથી જલ્દી ભાગી જાઓ કારણ કે મોટો ખતરો આવવાનો છે. જો તમારે સુરક્ષિત રહેવું હોય તો તરત જ અહીંથી ભાગી જાઓ. બાળકોને આ ચેતવણી આપ્યા બાદ પક્ષી ઉડી ગયું.
પક્ષીની ચેતવણી સાંભળીને બાળકો ઝડપથી દોડવા લાગ્યા. ધોરણ 8ની વિદ્યાર્થીની લયાએ પોતાની સ્ટોરીમાં લખ્યું છે કે, એક છોકરી ધોધમાં ડૂબી ગઈ. પરંતુ તે એક પક્ષી બનીને ચેતવણી આપવા પાછી આવે છે. પક્ષી કહે છે કે, “બાળકો, અહીંથી (ગામમાંથી) ભાગી જાઓ કારણ કે આગળ જોખમ છે.” બાળકો ભાગી જાય છે પરંતુ જ્યારે તેઓ ટેકરી તરફ જુએ છે, ત્યારે તેઓને પહાડી નીચેથી વરસાદનું પાણી વહેતું દેખાય છે અને તેઓ જુએ છે કે પક્ષી એક સુંદર છોકરીમાં ફેરવાઈ ગયું જે તેમને ચેતવણી આપવા માટે પાછી આવી. આ એક વિચિત્ર સંયોગ છે કે, આ વાર્તામાં વર્ણવ્યા મુજબ કેરળમાં સમાન વિનાશ થયો હતો.
કેરળમાં ભૂસ્ખલનથી ભારે તબાહી
મંગળવારે, કેરળના વાયનાડમાં ભૂસ્ખલન અને મુશળધાર વરસાદે ગામડાઓને તબાહ કરી દીધા હતા. વરસાદના કારણે મોટા પાયે ભૂસ્ખલન મુંડક્કઈ, ચુરલમાલા, અટ્ટામાલા અને નૂલપુઝઝા જેવા ગામોમાં ત્રાટક્યું હતું. જે સમયે ભૂસ્ખલન થયું, તે સમયે મોટાભાગના લોકો તેમના ઘરોમાં સૂઈ રહ્યા હતા. કેરળના વાયનાડ જિલ્લામાં લેન્ડસ્લાઈડિંગને કારણે ભારે તબાહી સર્જાઈ છે. કેરળ દેશના તે છ રાજ્યોમાં સામેલ છે જે પર્યાવરણની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ છે.
આ પણ જૂઓ: ચમત્કાર! વાયડનાડ ઘટનાના ચાર દિવસ પછી સૈન્યે ચાર જણને જીવિત બચાવ્યા