ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

શું સ્વામિનારાયણના સાધુએ ખરેખર નવરાત્રિનું અપમાન કર્યુંઃ વીડિયો સાંભળો

Text To Speech

અમદાવાદ, 5 ઑક્ટોબર, 2024: સ્વામિનારાયણના એક સાધુના નામે એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે અને તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ સાધુએ નવરાત્રિનું અને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. જોકે વીડિયો ધ્યાનથી સાંભળવામાં આવે તો સ્પષ્ટ થઈ જાય છે કે આ સાધુએ પોતે નવરાત્રિનું કે હિન્દુ ધર્મનું અપમાન કર્યું જ નથી. મીડિયા કે પછી નાગરિકો – બધાએ સાધુનો વીડિયો સાંભળ્યા વિના જ આખી વાત ફેલાવી દીધી હોય એવું વીડિયો સાંભળતા સ્પષ્ટ થાય છે.

સાંભળો વીડિયો –

સાધુ સ્પષ્ટ રીતે કહે છે કે, હે હિન્દુઓ, તમારી નવરાત્રિ વિશે કેટલાક લોકો આવી વાતો કરે છે. કેટલાક તેને લવરાત્રિ કહે છે તો વળી બીજા લોકો ફેશન શો કહે છે. એવું સ્પષ્ટ થાય છે કે, એ પછી વીડિયોમાં એડિટિંગ કરીને અમુક વાતો કાઢી નાખવામાં આવી છે અને પછી લગ્નજીવનની વાત જોડી દેવામાં આવી છે.

વીડિયોમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે, અમુક લોકો આવું બધું કહે છે. અને છેલ્લે તેમને OMG (હે ભગવાન) એવું કહેતા સાંભળી શકાય છે. તેનો અર્થ એ છે કે, સાધુએ નવરાત્રિ અને હિન્દુ પરંપરાઓ વિશે ગમે તેમ બોલનારને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવા માગતા કોઈ તત્વોએ તેમાં એડિટિંગ કરી નાખ્યું છે, વીડિયોમાં કાપકૂપ કરી દીધી છે. જો આખો વીડિયો જોવા-સાંભળવામાં આવે તો નિશ્ચિતપણે તેમણે નવરાત્રિની વિરુદ્ધમાં કે હિન્દુ ધર્મની વિરુદ્ધમાં કે લગ્ન પ્રથાની વિરુદ્ધમાં નહીં પરંતુ તરફેણમાં કહ્યું હશે એવું વીડિયોમાં થયેલી એડિટિંગ પરથી જણાય છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ગૌશાળા-પાંજરાપોળના ૨.૬૧ લાખ પશુઓ માટે આટલા કરોડની ચૂકવણી કરવામાં આવી

Back to top button