ટ્રેન્ડિંગનેશનલ

શું સોનિયા ગાંધીએ દીકરી પ્રિયંકા માટે રાયબરેલી બેઠક ખાલી કરી, કે પછી અન્ય કોઈ વ્યૂહરચના?

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી : સોનિયા ગાંધીએ(Sonia Gandhi) આજે રાજ્ય સભા(Rajya Sabha) માટે રાજસ્થાનથી(Rajsthan) નામાંકન ભર્યું છે. કોંગ્રેસના સૌથી મોટા નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યસભા દ્વારા જ સંસદમાં પહોંચશે. ત્યારે સવાલ એ આવે છે કે સોનિયા ગાંધી રાજ્યસભાથી નામાંકન કેમ ભર્યું છે. આ વર્ષે તેઓ લોકસભા ચૂંટણી(Loksbha Election) કેમ નથી લડી રહ્યા?

સોનિયા ગાંધીના રાજ્યસભાથી સંસદમાં આવવા પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. 77 વર્ષના સોનિયા ગાંધી એવા નેતા રહ્યા છે, જેમણે વર્તમાન સમયમાં કોંગ્રેસને પોતાના દમ પર પુનઃસ્થાપિત કરી છે. તેમના વિરોધીઓ પણ તેમની નેતાગીરી અને રાજકીય ક્ષમતાની પ્રતીતિ કરાવતા રહ્યા છે. આવી સ્થિતિમાં સોનિયા રાજ્યસભા થઈને સંસદમાં કેમ પહોંચી રહ્યા છે તે સવાલ ઉઠી રહ્યો છે. સોનિયા ગાંધીએ રાજ્યસભાનો શોર્ટકટ કેમ પસંદ કર્યો?શું બીમારી અને ઉંમર જ એકમાત્ર કારણ છે કે પછી અન્ય કારણો પણ છે?

એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું સોનિયાના લોકસભાની ચૂંટણી ન લડવાના નિર્ણયની પાર્ટી કેડર પર વિપરીત અસર નહીં પડે? સોનિયા ગાંધી કરતાં પણ મોટી ઉંમરના લોકો ચૂંટણી લડે છે… તો પછી તેઓ ચૂંટણી કેમ લડતા નથી? શું સોનિયા ગાંધી તેમની પુત્રી પ્રિયંકા માટે પારિવારિક બેઠક રાયબરેલી ખાલી કરી રહી છે?

સોનિયા ગાંધીએ રાજસ્થાન કેમ પસંદ કર્યું?

રાજસ્થાનમાંથી સોનિયાને રાજ્યસભામાં મોકલવા પાછળની કોંગ્રેસની સૌથી મહત્ત્વની રણનીતિ એ છે કે કોંગ્રેસ પાર્ટી નથી ઈચ્છતી કે ભાજપ સતત ત્રીજી ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠકો જીતે. કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે જો સોનિયા ગાંધી જેવા નેતા તે રાજ્યમાંથી રાજ્યસભામાં જશે તો તેની અસર કાર્યકરો પર પડશે. તે નેતાઓ અને મતદારોને એક કરવામાં પણ ફાયદાકારક રહેશે.

બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે પાર્ટી અશોક ગેહલોત અને સચિન પાયલટ બંનેને લોકસભામાં ઉતારવા માંગે છે, તેથી ગેહલોતને રાજ્યસભામાં જતા રોકવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી માટે પોતાની સીટ છોડી શકે છે

રાજકીય નિષ્ણાતો માને છે કે સોનિયા તેમની પુત્રી પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) માટે તેમની રાયબરેલી(RaeBareli) બેઠક છોડી રહ્યાં છે. સોનિયા ગાંધી લાંબા સમયથી રાયબરેલી(RaeBareli) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયંકા ગાંધી તેમના માટે રાયબરેલીમાં ચૂંટણી પ્રબંધન અને અન્ય કામ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં પ્રિયંકા ગાંધીની રાજકારણમાં સક્રિયતા વધી છે. આવી સ્થિતિમાં એવી ચર્ચા છે કે પ્રિયંકા ગાંધી યુપીની કેટલીક સીટ પરથી ચૂંટણી લડશે. રાયબરેલી બેઠકને ગાંધી પરિવાર(Gandhi Family) માટે સુરક્ષિત બેઠક તરીકે જોવામાં આવે છે.

સોનિયા ગાંધીની રાજકીય યાત્રા

સોનિયાએ 1968માં રાજીવ ગાંધી(Rajiv Gandhi) સાથે લગ્ન કર્યા. રાજીવ ગાંધી 1984માં વડાપ્રધાન બન્યા. રાજીવ ગાંધીની 1991માં હત્યા કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ લગભગ 7 વર્ષ સુધી પોતાને રાજજકણથી દૂર રાખ્યા હતા. 1998માં સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. 1998-2017; 2019-2022 કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. તેઓ 1999-2004 સુધી લોકસભામાં વિપક્ષના નેતા હતા. વર્ષ 2004માં તેમના નેતૃત્વમાં કોંગ્રેસે ચૂંટણી જીતી હતી, બાદમાં તેમણે પીએમ પદનો અસ્વીકાર કર્યો હતો. સોનિયા 2004-2023 સુધી યુપીએના અધ્યક્ષ પણ હતા.

કોંગ્રેસ રાજ્યસભાની 10 બેઠકો જીતી શકે છે

આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 10 સાંસદો ચૂંટાઈ શકે છે. કર્ણાટકમાંથી 3 અને તેલંગાણામાંથી 2 સાંસદોનો ક્વોટા છે. કોંગ્રેસ બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાંથી 1 સાંસદ જીતી શકે છે.

‘8 ભારતીયોને ફાંસીની સજા આપ્યા બાદ કતરે કેમ કર્યા મુક્ત?’ : પાકિસ્તાની નિષ્ણાતે કર્યો આવો દાવો

‘જો હું મરીશ તો મરાઠા લંકાની જેમ મહારાષ્ટ્રને સળગાવી દેશે’: મનોજ જરાંગેની રાજ્ય સરકારને ચેતવણી

લાઈવ મેચમાં ફૂટબોલ ખેલાડીના માથા પર વીજળી પડી અને.. : વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

Back to top button