શું શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે થયું બ્રેકઅપ?
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ઓપનર શુભમન ગિલે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં પ્રદર્શન કર્યું હતું. શુભમન ગિલે તેની કારકિર્દીની પ્રથમ ODI સદી ફટકારી અને સાથે-સાથે ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડયો હતો.આ પ્રદર્શન બાદ ફરી શુભમન ગિલ અને સચિનની પુત્રી સારા તેંડુલકરનું નામ ને લઈને ટ્રેન્ડમાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં યુઝર્સે તેના પર મીમ્સ બનાવવાનું શરૂ પણ કરી દીધું છે.અને બંને વચ્ચે અફેરના અલગ-અલગ સમાચાર આવવા લાગ્યા છે.
સારા તેંડુલકર એ શુભમન ગિલે સોશ્યિલ મીડિયા માં એકબીજાને કર્યા અનફોલૉ
આ દરમ્યાન,જાણવા મળ્યું કે સારા તેંડુલકર એ શુભમન ગિલને ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. પરંતુ સારા તેંડુલકરએ શુભમનની બહેન શાહનીલ ગિલને ફોલો કરી છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે શું બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે?
બંને પહેલીવાર 2019 IPL દરમ્યાન જોવા મળ્યા હતા
આપને બતાવી દઈએ કે આ અફેરના સમાચાર ઘણી વખત સામે આવી ચૂક્યા છે. પરંતુ અત્યાર સુધી તે માત્ર અફવા જ માનવામાં આવી રહી છે. બંનેએ આ અંગે ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. બંને પહેલીવાર 2019 IPL દરમ્યાન જોવા મળ્યા હતા.શુભમન ગિલ એ IPL 2019માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમ્યો હતો. આ સિઝન પછી ગિલે ‘રેન્જ રોવર’ કાર ખરીદી. ત્યારબાદ તેણે નવી કાર સાથેના તેના કેટલાક ફોટા શેર કર્યા. સારાએ તેના પર કમેન્ટ પણ કરી હતી.સારાએ હાર્ટ ઈમોજી બનાવતા કોમેન્ટમાં લખ્યું, ‘અભિનંદન.’ તેના જવાબમાં ગિલે હાર્ટ ઇમોજી પણ બનાવ્યું અને લખ્યું, ‘ખૂબ ખૂબ આભાર સારા તેંડુલકર.’ અહીંથી જ સારા અને ગિલના અફેરની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી.