મનોરંજન

શું શ્રેયા ઘોષાલે ગુમાવ્યો અવાજ, જાણો સંપૂર્ણ ઘટના

Text To Speech

ફેમસ સિંગર શ્રેયા ઘોષાલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેને જણાવ્યું હતું કે થોડા સમય પહેલા અમેરિકાના ઓર્લેન્સમાં એક કોન્સર્ટ બાદ તેનો અવાજ તે સંપૂર્ણપણે ગુમાવી ચૂકી હતી. જો કે સારા સમાચાર એ છે કે, હવે શ્રેયા એકદમ ઠીક છે. ડોકટરોની મદદથી હવે તેનો અવાજ ફરી પાછો આવી ગયો છે અને તે ફરી હવે ન્યૂયોર્કમાં આગામી કોન્સર્ટમાં પરફોર્મ પણ કરવાની છે.

આ માહિતી શ્રેયા ઘોષાલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી છે. શ્રેયા ઘોષાલે ગાયકીના ક્ષેત્રેમાં 20 વર્ષ પૂર્ણ કરવાના અવસર પર અમેરિકાના સાત શહેરોમાં આયોજિત કોન્સર્ટમાં ભાગ લીધો હતો. આ પ્રવાસ ન્યુ જર્સી, ડલ્લાસ, વોશિંગ્ટન ડીસી, બે એરિયા, લોસ એન્જલ, ઓરલૈંડો અને ન્યુયાર્કમાં થયો હતો. 18 નવેમ્બરના રોજ શ્રેયા ઘોષાલે ઓરલૈંડોમાં એડીશનલ ફાઈનાન્શિયલ એરેના ખાતે પરફોર્મ કર્યું હતું. શ્રેયાની ઈન્સ્ટા સ્ટોરી અનુસાર, આ કોન્સર્ટ પછી તેણીએ પોતાનો અવાજ ગુમાવ્યો હતો.

શ્રેયાએ ઈન્સ્ટાગ્રામ પર જણાવી આખી વાત

શ્રેય ઘોષાલે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખતા જણાવ્યું હતું કે, આ ખૂબ ઇમોશનલ દિવસ છે હું મારા બેન્ડ, મારા ફેમ, મારી A ટીમને પ્રેમ કરું છું. તેઓએ મારા સારા-ખરાબ દરેક સમયમાં મારો સાથ આપ્યો છે.

શું શ્રેયા ઘોષાલે ગુમાવ્યો અવાજ, જાણો સંપૂર્ણ ઘટના- humdekhengenews

શ્રેયા ઘોશાલની ઈન્સ્ટા સ્ટોરીનો સ્ક્રીનશોટ

તેમજ તેને આગળ લખ્યું હતું કે, ગઈ કાલે મોડી રાત્રે ઓરલૈંડોમાં કોન્સર્ટ પછી મેં મારો અવાજ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો. મારા શુભેચ્છકોના આશીર્વાદ અને ડો. સમીરા ભાર્ગવની સારવારથી, હું મારો અવાજ પાછો મેળવી શકી છું અને ન્યુયોર્ક એરેનામાં ત્રણ કલાક ચાલેલા આખા કોન્સર્ટમાં ગીત ગાવા માટે સક્ષમ બની છું.

શું શ્રેયા ઘોષાલે ગુમાવ્યો અવાજ, જાણો સંપૂર્ણ ઘટના- humdekhengenews

ટોપ ગાયકોમાની એક છે શ્રેયા

શ્રેયા ઘોષાલને દરેક વ્યક્તિ તેના અવાજના કારણે ઓળખે છે. શ્રેયા ઘોષાલ ભારતની સોથી વધુ કામાણી કરતી મહિલા ગાયિકાઓમાંની એક છે. શ્રેયાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ચાર નેશનલ એવોર્ડ જીત્યા છે. શ્રેયાએ તેના કરિયરની શરૂઆત એક રીયાલીટી શો સા રે ગા મા પાથી કરી હતી. તે સમયે આ શોની વિનર પણ રહી ચુકી છે શ્રેયા.

Back to top button