શું સારા અલી ખાન અને શુભમન ગિલે એકબીજાને કર્યા અનફોલો?


અફવાઓ છેલ્લા એક વર્ષથી સશિયલ મિડિયા પર ચર્ચા બની છે. જ્યારથી બંને એક રેસ્ટોરન્ટમાં સાથે સ્પોટ થયા હતા, ત્યારથી બંને વચ્ચેના સંબંધોની ચર્ચા ચાલી રહી છે. જોકે સારા અને શુભમને તેમના અફેરના સમાચાર અંગે કોઈ પુષ્ટિ કરી નથી. આમ છતાં, ચાહકોમાં ચર્ચા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે આ મામલામાં એક નવુ ટ્વીસ્ટ આવ્યું છે.
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે સારા અલી ખાન અને શુભમન ગિલનું બ્રેકઅપ થઈ ગયું છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. જોકે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે સારા અને શુભમન ક્યારેય એકબીજાને ફોલો કરતા જ ન હતા.
શું ખરેખર સારા અને શુભમને એકબીજાને અનફોલો કર્યા?
એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સારા અને શુભમન અલગ થઈ ગયા છે અને બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. સારા અને શુભમનના ફેન્સ આ અંગે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સારા ખાન અને શુભમન ક્યારેય એકબીજાને ફોલો કરતા ન હતા. કેટલાક સોશિયલ મિડિયા યુઝર્સ કહી રહ્યા છે કે બંન્ને એકબીજાને ફોલો કરતા હતા. આપને જણાવી દઈએ કે બંન્નેએ કયારેય પણ એકબીજા વિશે આ બાબતે ટિપ્પણી નથી કરી.
તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અને શુભમન ગિલના અફેરની અફવાઓ પહેલા શુભમન અને સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરના એકબીજાને ડેટ કરવાના સમાચાર પણ સામે આવ્યા હતા.
સારાની આગામી ફિલ્મ 2 જૂને થશે રિલીઝ
સારા અલી ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. વિકી કૌશલ સાથેની તેની ફિલ્મનું ટ્રેલર જોયા બાદ હવે ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ઘણા ગીતો પણ રિલીઝ થયા છે, જેને સાંભળીને ફિલ્મ માટેની ચાહકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
આ પણ વાંચો: પિતા ઉર્ફી જાવેદને એટલો માર મારતા હતા કે અભિનેત્રી થઈ જતી બેહોશ!