શું ખરેખર અલગ થઈ ગયા સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક ? સાનિયાએ શેર કરી પોસ્ટ
ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના સંબંધો તેમના અલગ થવાના સમાચારો વહેતા થયા છે. હાલમાં જ બંનેએ તેમના પુત્ર ઇઝાનનો જન્મદિવસ એકસાથે સેલિબ્રેટ કર્યો હતો, જેની તસવીરો પણ શોએબ મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પરંતુ, કદાચ દંપતીના દાંપત્ય જીવનમાં બધુ બરાબર ન ચાલી રહ્યું હોવાના સમાચાર આ સમયે આગની જેમ ફેલાઈ રહ્યા છે.
આ પણ વાંચો : T20 WC 2022: શું ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ખરાખરીનો જંગ, જુઓ આખું સમીકરણ
સાનિયા મિર્ઝાએ શેર કરી પોસ્ટ
સાનિયા મિર્ઝા અને શોએબની લવ કેમિસ્ટ્રીએ એક સમયે બધાના દિલ મોહી લીધા હતા, પરંતુ આ સમયે સામે આવેલી સાનિયાની એક પોસ્ટએ બધાને વિચારતા કરી દીધા છે. ઈન્સ્ટા સ્ટોરી પર પોતાની લાગણીઓ શેર કરતા તેણે લખ્યું હતું કે, ‘તૂટેલા દિલ ક્યાં જાય છે? અલ્લાહને શોધવા માટે?’ સાનિયા મિર્ઝાની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે દરેક જગ્યાએ તેમની વચ્ચે અંતર હોવાના અહેવાલો છે. તેથી તેના ચાહકો આ પોસ્ટને લઈને ચિંતિત છે.
પુત્ર ઇઝાનના સહ-પેરેન્ટિંગને કારણે સાથે રહે છે
આ કપલ વિશે જે અટકળો લગાવવામાં આવી રહી છે તેમાં કેટલું સત્ય છે, તે કહી શકાય તેમ નથી અને તેની પાછળનું સાચું કારણ પણ સામે આવ્યું નથી. જો કે, પાકિસ્તાનના કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે શોએબ મલિકે તેના એક ટીવી શો દરમિયાન સાનિયા સાથે કથિત રીતે છેતરપિંડી કરી હતી. પાકિસ્તાની મીડિયાએ એમ પણ કહ્યું છે કે આ કપલ હવે અલગ થઈ ગયા છે અને છેલ્લા કેટલાક સમયથી અલગ રહે છે. એટલું જ નહીં, એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને હવે માત્ર તેમના પુત્ર ઇઝાનના સહ-પેરેન્ટિંગને કારણે સાથે છે. ઊલ્લેખનીય છે કે શોએબ અને સાનિયાએ એપ્રિલ 2010માં એકબીજા સાથે લગ્ન કર્યા હતાં.