ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

શું રાહુલ ગાંધી બાંગ્લાદેશ ઘટનાક્રમ પહેલાં ખાલિદા ઝિયાના પુત્રને મળ્યા હતા? ભાજપે ઉઠાવ્યો પ્રશ્ન

  • ભાજપ પ્રવક્તાએ કોંગ્રેસ પાસેથી જવાબ માગતા કહ્યું કે રાહુલ ગાંધી પર લગાવવામાં આવેલો આ ઘણો મોટો અને ગંભીર આરોપ છે. આના પર કોંગ્રેસે તરત જ જવાબ આપવો જોઈએ કે જ્યારે રાહુલ ગાંધી ગયા મહિને 10 દિવસ ભારતમાં નહોતા, ત્યારે શું તેઓ લંડનમાં હતા અને શું તેઓ ત્યાં ખાલિદા ઝિયાના પુત્રને મળ્યા હતા અને જો આવું થયું હતું તો તે બેઠકનો એજન્ડા શું હતો?

નવી દિલ્હી, 10 ઓગસ્ટ: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તુહિન સિંહાએ લંડનમાં રાહુલ ગાંધીની ખાલિદા ઝિયાના પુત્ર સાથેની મુલાકાતના સમાચારોને ગંભીર ગણાવ્યા છે અને માંગણી કરી છે કે કોંગ્રેસે તાત્કાલિક જણાવવું જોઈએ કે આ બેઠક થઈ છે કે કેમ? અને જો થઈ હતી તો પછી શા માટે? તે એજન્ડા શું હતો?

તુહિન સિન્હાએ કહ્યું કે બાંગ્લાદેશના એક વરિષ્ઠ પત્રકારે આપણા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવ્યો છે કે ગયા મહિને લંડનમાં રાહુલ ગાંધી અને ખાલિદા ઝિયાના પુત્રની બેઠક થઈ હતી જેમાં રાહુલ ગાંધીએ બાંગ્લાદેશમાં ચાલી રહેલા આંદોલનને લીલી ઝંડી આપી હતી, એટલે કે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું!?

ભાજપ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે ગુરુવાર, 8 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધી એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા જેમાં અર્થશાસ્ત્રી જીન ડ્રેઝનો સમાવેશ થતો હતો અને એ જ જીન ડ્રેજની બીજા જ દિવસે 9 ઓગસ્ટે પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હંમેશા ગૃહયુદ્ધની હિમાયત કરનાર નદીમ ખાન પણ તેમની સાથે અહીં હાજર હતા. તેથી જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓનો જીવ જોખમમાં હતો ત્યારે શું 8 ઓગસ્ટે રાહુલ ગાંધી આ લોકોને દિલ્હીમાં તેમના ઘરે માર્ગદર્શન આપી રહ્યા હતા?

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારને લઈને ગંભીર આરોપો લગાવતા તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીના એક જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે આ વર્ષે 31 માર્ચે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો દેશમાં આગ લાગશે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે જે નવા ખુલાસા સામે આવી રહ્યા છે એ જોતાં રાહુલ ગાંધીએ ફરી એકવાર સ્પષ્ટ કરવું જોઈએ કે તેમનાં નિવેદનનો અર્થ શું હતો? શું રાહુલ ગાંધી ખરેખર ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઈચ્છતા હતા? કોંગ્રેસ પાર્ટીની શહેરી નક્સલી માનસિકતાનો આનાથી મોટો કોઈ પુરાવો હોઈ શકે નહીં તેમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ કંગના રાણવતે કોને કહ્યું, સ્વબચાવ માટે દરરોજ પ્રેક્ટિસ કરો, સજ્જ થાવ?

Back to top button