શું ચૂંટણી પહેલા મૌલવીએ હિંદુઓનો ધમકી આપી? જાણો વાયરલ વીડિયોનું સત્ય
નવી દિલ્હી, 05 મે 2024: બાંગ્લાદેશમાં એક મૌલવીના નફરતભર્યા ભાષણનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. જેને ભારતની તાજેતરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી સાથે જોડીને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ઘરે-ઘરે જઈને હિંદુઓને ઇસ્લામની દાવત આપશે’. 26 સેકન્ડના આ વીડિયોમાં એક શખ્સ હિંદુઓ વિરુદ્ધ વાંધાજનત ટિપ્પણી કરતો જોવા મળી રહ્યો છે. જો કે, તપાસ કરતાં કંઈક બીજું જ સામે આવ્યું છે.
વીડિયોમાં કરવામાં આવેલા દાવાની સત્યતા
BOOM દ્વારા કરાયેલા રિસર્ચ પ્રમાણે આ વાયરલ વીડિયો 2021નો છે અને બાંગ્લાદેશનો છે. તેનો ભારત અથવા કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ સંબંધ નથી અને તેને ભ્રામક દાવાઓ સાથે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને કીફ્રેમ સાથે ચેડાં કરીને અને Google પર રિવર્સ ઇમેજ સર્ચ ચલાવવામાં આવ્યું હતું. સર્ચ રિઝલ્ટથી જાણવા મળ્યું કે આ વીડિયો બાંગ્લાદેશનો છે. યુટ્યુબ ચેનલ ‘ડૉ.સૈયદ ઇર્શાદ અહેમદ અલ બુખારી’એ 30 એપ્રિલ, 2021ના રોજ વીડિયોનું લાંબુ વર્ઝન પોસ્ટ કર્યું હતું. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘ડૉ. સૈયદ ઇર્શાદ બુખારીએ બાંગ્લાદેશના નરસિમ્હાનંદ સરસ્વતીને મુબાહિલા ચેલેન્જ આપ્યું’
વીડિયોમાં મૌલવીએ શું કહ્યું?
View this post on Instagram
વીડિયો દ્વારા વ્યક્તિની ઓળખ ડૉ. સૈયદ ઈર્શાદ બુખારી તરીકે થઈ છે. 7-મિનિટના વીડિયોમાં તેમને હિંદુવાદી નેતા યતિ નરસિમ્હાનંદ સરસ્વતીના પ્રોફેટ મુહમ્મદ વિરોધી નિવેદનોનો વિરોધ કરતા સાંભળી શકાય છે. આ ઓરિજિનલ વીડિયોમાં બુખારી નરસિમ્હાનંદની ટીકા કરતા જોવા મળે છે અને તેમને ઈસ્લામ સ્વીકારવા માટે પડકાર ફેંકતા જોવા મળે છે. અહીં આપેલા વીડિયોમાં બુખારી ભારત કે કોંગ્રેસ પાર્ટી વિશે કશું બોલતા નથી.
મહત્ત્વનું છે કે, આ તપાસ BOOM દ્વારા કરવામાં આવી છે. જેમના ફેક્ટ ચેકથી જાણવા મળ્યું છે કે, જો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો હિંદુઓ ઈસ્લામ ધર્મ અંગીકાર કરશે તેવા દાવાને ફગાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Fact Check: અમેઠીની જનતાએ રાજીવ ગાંધીને આપ્યો હતો ઠપકો? જાણો પ્રિયંકા ગાંધીના વીડિયોનું સત્ય