ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ચહલને મા-બાપથી અલગ કરવા માગતી હતી ધનશ્રી? છૂટાછેડા પાછળની નવી હકીકત!

Text To Speech

મુંબઈ, 26 માર્ચ: 2025; યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના લગ્ન જીવનનો અંત આવ્યો છે. બંને પોતાની લાઈફમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે હવે આ કપલ અલગ કેમ થયું તેણી હકીકત સામે આવી ગઈ છે. Did Dhanashree want to separate Chahal from his parents અહેવાલ પ્રમાણે આ કપલ વચ્ચે કયા શહેરમાં રહેવું જોઈએ તે અંગે ઉગ્ર મતભેદ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્થાયી થવા માટે બંનેની પસંદ અલગ-અલગ શહેરો હતા.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાએ આખા દેશમાં ભારે હલચલ મચાવી હતી. ધનશ્રીને લોકો ગોલ્ડ ડિગર પણ કહી રહ્યા છે. 20 માર્ચે બંનેના છૂટાછેડા થયા. પરંતુ, કોઈને ખબર નહોતી કે તેમના છૂટાછેડાનું કારણ શું હતું. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે. પરંતુ હવે તેમના સંબંધોના અંત પાછળનું સાચું કારણ સામે આવ્યું છે. યુઝવેન્દ્રએ પણ અમુક અંશે ઈશારો કરી દીધો હતો કે શું ભૂલ થઈ હતી. ધનશ્રી ઈચ્છતી હતી કે તે હરિયાણામાં પોતાના માતા-પિતાને છોડી દે. ધનશ્રીએ મુંબઈ શિફ્ટ થવાની ડિમાન્ડ કરી હતી.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની વચ્ચે હરિયાણા-મુંબઈને લઈને ઝઘડો થયો. કહેવાય છે કે, કેમ કે ધનશ્રી ઈચ્છતી હતી કે તે શિફ્ટ થઈ જાય. યુઝવેન્દ્ર અને ધનશ્રીને અલગ થવાનું કારણ એ હતું કે, ધનશ્રી મુંબઈમાં રહેવા માગતી હતી અને તેણે ક્રિકેટરને હરિયાણાવાળા ઘરને છોડવા માટે કહ્યું હતું. એટલું જ નહીં, પત્રકારે એવો પણ દાવો કર્યો છે કે, ધનશ્રી અને યુઝવેન્દ્રની પર્સનાલિટીમાં ઘણું અંતર હતું. લગ્ન બાદ કપલ ચહલના માતા-પિતા સાથે હરિયાણામાં રહેવા ગયા હતા અને જરૂર પડ્યે જ મુંબઈ આવતા હતા. આ મુંબઈ-હરિયાણાએ બંને વચ્ચે મતભેદો સર્જ્યા અને તેમના લગ્ન તૂટી ગયા. હકીકતમાં યુઝવેન્દ્ર તેના માતા-પિતા સાથે રહેવા માંગતો હતો, જ્યારે ધનશ્રી મુંબઈમાં રહેવા માંગતી હતી.

આ પણ વાંચો….Video/ બોમન ઈરાની તાજ પહોંચીને થયા ઈમોશનલ, કહ્યું- ‘ક્યારેક અહીં રૂમ સર્વિસમાં સર્વ કરતા હતા ચા અને ભોજન’

Back to top button