રાજકોટમાં દિવ્ય દરબાર વખતે ‘બાબા’ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યો ફ્રોડ!: જાણો શું થઇ ફરિયાદ
- બાગેશ્વર ધામના બાબાને લઇને એક નવો વિવાદ
- રાજકોટના વ્યક્તિએ કર્યો પૈસા પડાવ્યાનો આક્ષેપ
- રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાલે યોજાયો હતો દિવ્ય દરબાર
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગઇકાલે બાગેશ્વર ધામનો મહા દિવ્ય દરબાર યોજાયો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ વક્તા તરીકે બિરાજમાન હતા. તેઓ શ્રદ્ધાળુઓને મંચ પર બોલાવીને તેમના પ્રશ્નોના જવાબ આપતા હતા અને ઉકેલ લાવતા હતા.
રાજકોટમાં દિવ્ય દરબાર વખતે ‘બાબા’ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યો ફ્રોડ!: જાણો શું થઇ ફરિયાદ#rajkot #divyabarbar #bababagheshwar #dhirendrakrishnashastri #fraude #gujaratupdates #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/BKGDAu9rPH
— Hum Dekhenge News (@humdekhengenews) June 2, 2023
આ દરમિયાન જામનગરના એક શ્રદ્ધાળુએ મંદિર બનાવવા માટેની વાત કરી હતી, પરંતુ તેની પાસે પૈસા ન હતા. બાબાએ શ્રદ્ધાળુઓ પાસેથી તે વ્યક્તિને પૈસા આપવા આદેશ કર્યો હતો. આ દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓએ તેમના ખિસ્સાના પૈસા કાઢીને આપી દીધા હતા.
જાણો શું થઇ ફરિયાદ?
રાજકોટ ખાતે રહેતા હેમલ રમેશભાઇ વિઠ્ઠલાણીએ હવે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યુ છે કે શાસ્ત્રીજીએ મને સ્ટેજ પર બોલાવ્યો તે સમયે હિપ્નોટાઇઝ કરીને મારુ ખીસ્સુ ખાલી કરી દેવાનું કહ્યુ હતુ, જોકે તે સમયે ડરીને મેં ખીસ્સુ ખાલી કરી દીધુ હતુ. મને ડર હતો કે જો હું ખિસ્સુ ખાલી નહીં કરુ તો બાબા કોઇ ચમત્કાર કરીને મને વશમાં કરી લેશે. મને એમ હતુ કે દરબાર પત્યા બાદ બાબા રૂપિયા પાછા આપી દેશે, પરંતુ તેવું થયુ નહીં. આ વ્યક્તિએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ફ્રોડની અરજી કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ શહેરમાં પાણીની પાઇપમાં માનવ અવશેષો મળતા ભયનો માહોલ