શું ખગોળશાસ્ત્રીઓએ અંતરીક્ષમાં સૌથી મોટો બ્લેક હોલ શોધી કાઢ્યો? જાણો તેના વિશે
- આકશગંગામાં રહેલા આ સૌથી મોટા બ્લેક હોલનું કદ 33 સૂર્ય કરતાં પણ મોટું રહેલું છે
HD ન્યૂઝ ડેસ્ક, 17 એપ્રિલ: અંતરીક્ષમાં વિજ્ઞાનીઓએ અત્યાર સુધીના સૌથી મોટા બ્લેક હોલની શોધ કરી છે, આ બ્લેક હૉલમાં 33 સૂર્ય સમાઈ જાય તેટલી તાકાત છે. ખગોળશાસ્ત્રીઓએ આકાશગંગામાં સૌથી મોટા તારાકીય બ્લેક હોલની ઓળખ કરી છે, જેનું કદ 33 સૂર્ય કરતાં પણ મોટું છે, તેમ મંગળવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. તેનું નામ પણ કંઈક અનોખું આપવામાં આવ્યું છે. જાણો તેના રસપ્રદ તથ્યો વિશે.
Atenção ‼️ Alerta de descoberta ‼️
Descoberto o Buraco Negro Mais Massivo da Galáxia: Gaia BH3
Uma descoberta astronômica monumental acaba de sacudir o mundo da astronomia: o buraco negro estelar mais massivo já encontrado em nossa própria Via Láctea foi revelado, e ele… pic.twitter.com/dh7bFM24ER
— JAMES WEBB (@jameswebb_nasa) April 16, 2024
🇩🇪 Astronominnen und Astronomen haben das massereichste stellare schwarze Loch identifiziert, das bisher in der…
Posted by ESO Supernova on Tuesday, April 16, 2024
સૌથી મોટા તારાકીય બ્લેક હોલની શોધ કેવી રીતે થઈ?
આ સૌથી મોટા તારાકીય બ્લેક હોલનું નામ Gaia BH3 રાખવામાં આવ્યું છે. આ નામના બ્લેક હૉલની શોધ યુરોપિયન સ્પેસ એજન્સીના Gaia મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટામાંથી અચાનક “સંયોગથી” કરવામાં આવી છે તેમ ઓબ્ઝર્વેટૉર ડી પેરિસ ખાતે આવેલા નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ (CNRS)ના એક ખગોળશાસ્ત્રી પાસ્કવેલે પનુઝોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું. Gaia, જે મિલ્કી વે(Milky Way) આકાશગંગાનો સૌથી મોટો બ્લેક હોલ છે, તે એક્વિલા તારામંડળમાં પૃથ્વીથી BH3 2,000 પ્રકાશવર્ષ દૂર સ્થિત છે.
Gaiaનું ટેલિસ્કોપ આકાશમાં તારાઓની ચોક્કસ સ્થિતિ પ્રદાન કરી શકે છે, જેના કારણે ખગોળશાસ્ત્રીઓ આ બ્લેક હોલની ભ્રમણકક્ષાઓને ચિહ્નિત કરવા અને તારાના અદ્રશ્ય સાથીના કદને માપવામાં સક્ષમ રહ્યા હતા, જે સૂર્યના કદ કરતાં 33 ગણો મોટો છે.
આ શોધ વિશે ખગોળશાસ્ત્રીએ શું કહ્યું?
જમીન-આધારિત ટેલિસ્કોપના વધુ અવલોકનોએ પુષ્ટિ કરી છે કે, તે એક એવો બ્લેક હોલ છે જેનું કદ આકાશગંગામાં રહેલા અગાઉના જાણીતા કોઈપણ તારાકીય બ્લેક હોલ કરતાં ઘણું વધારે છે. પનુઝોએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “કોઈએ પણ આ આસપાસ છૂપાયેલા મોટા કદવાળા બ્લેક હોલની શોધ થવાની અપેક્ષા કરી નહોતી જેની અત્યાર સુધીમાં જાણવા મળ્યું ન હતું. આ એક એવી શોધ છે જેને તમે તમારા સંશોધન જીવનકાળમાં એકવાર જ કરો છો.”
તારાકીય બ્લેક હોલની શોધ ત્યારે થઈ જ્યારે વિજ્ઞાનીઓએ તેના પરિભ્રમણ કરતા સાથી તારા પર એક “ડગમગતી” ગતિનું અવલોકન કર્યું. પનુઝોએ કહ્યું કે, “આપણે સૂર્ય કરતાં થોડો નાનો (આપણા કદના લગભગ 75 ટકા) અને વધુ તેજસ્વી તારો જોઈ શકીએ છીએ, જે એક અદ્રશ્ય સાથીદારની આસપાસ ફરતો રહે છે.”
પનુઝોએ વધુમાં કહ્યું કે, “તારાકીય બ્લેક હોલ તેના જીવનના અંતમાં વિશાળ તારાઓના પતન દ્વારા રચાય છે અને તે સુપરમેસીવ બ્લેક હોલ કરતા નાના હોય છે જેની રચના હજુ સુધી અજાણ છે. ગુરુત્વાકર્ષણ તરંગો દ્વારા દૂરની આકાશગંગાઓમાં આવા દિગ્ગજોની પહેલાથી જ જાણકારી મળી ચૂકી છે. પરંતુ “આપણે ત્યાં ક્યારેય નહીં.”
BH3એ “નિષ્ક્રિય” બ્લેક હોલ છે અને તે તેના સાથી તારાથી એટલો દૂર છે કે તેનો પદાર્થ તેનાથી અલગ થઈ શકતો નથી અને તેથી કોઈ એક્સ-રે ઉત્સર્જન કરતું નથી – જેથી તેની જાણકારી મેળવવી મુશ્કેલ બની જાય છે.
Gaiaના ટેલિસ્કોપે ગેલેક્સીમાં પ્રથમ બે નિષ્ક્રિય બ્લેક હોલ (ગૈયા BH1 અને ગૈયા BH2) ઓળખી કાઢ્યા હતા. ગૈયા છેલ્લા 10 વર્ષથી પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટરના અંતરે કાર્યરત છે અને તેણે 2022માં 1.8 બિલિયનથી વધુ તારાઓની સ્થિતિ અને ગતિના 3D નકશા વિતરિત કર્યા છે.
આ પણ જુઓ: WhatsAppએ લૉન્ચ કર્યું ઉપયોગી ચેટ ફીચર, હવે યુઝર્સને મળશે આ ફેસેલિટી