ઐશ્વર્યા રાયે પોતાના નામમાંથી ‘બચ્ચન’ સરનેમ હટાવી? દુબઈના આ વીડિયોએ સનસનાટી મચાવી
- સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય અને તેમના પતિ અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાના દાવાઓ થઈ રહ્યા છે
HD ન્યૂઝ ડેસ્ક, 28 નવેમ્બર: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના છૂટાછેડાની ચર્ચા વચ્ચે વધુ એક વીડિયોએ સનસનાટી વધારી દીધી છે. આ વીડિયોમાં ઐશ્વર્યા રાયના નામ સાથે બચ્ચન સરનેમ દેખાતી નથી. જોકે આ સંપૂર્ણપણે સાચું નથી. આ વાયરલ દાવાની અલગ સત્યતા છે. હાલ સોશિયલ મીડિયા પર એવા દાવો કરવામાં આવી રહ્યા છે કે, ઐશ્વર્યા રાય અને તેમના પતિ અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાના સમાચાર છે.
જૂઓ વીડિયો
View this post on Instagram
ઐશ્વર્યા રાય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચી
ઐશ્વર્યા રાયે તાજેતરમાં દુબઈમાં આયોજિત વુમન એસ્ટાબ્લિશમેન્ટ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા પર ઐશ્વર્યા રાય દ્વારા ભાષણ પણ આપવામાં આવ્યું હતું. જ્યારે ઐશ્વર્યા રાય સ્ટેજ પર આવી ત્યારે તેના નામ પર માત્ર ‘ઐશ્વર્યા રાય ઈન્ટરનેશનલ સ્ટાર’ જ લખેલું આવ્યું હતું. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એક મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ હતો. જેના કારણે અહીં માત્ર ઐશ્વર્યાનું નામ જ લખવામાં આવ્યું છે. આ વીડિયો સિવાય ઐશ્વર્યાએ ક્યાંય પણ અભિષેકનું નામ હટાવ્યું નથી. ઐશ્વર્યા રાય હજુ પણ ઈન્સ્ટાગ્રામ પર ARB રાખ્યું છે. જેનો અર્થ થાય છે ઐશ્વર્યા રાય બચ્ચન. ઐશ્વર્યા ફક્ત તેમના પતિને જ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.
છૂટાછેડાના દાવાઓ ગેરમાર્ગે દોરનારા?
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધોમાં ખટાશ હોવાની ચર્ચા થઈ રહી છે. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અભિષેક બચ્ચનના જીવનમાં બીજી અભિનેત્રીના આગમન બાદ બંને વચ્ચે અણબનાવ છે. કેટલાક દાવાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચન વચ્ચે અણબનાવ છે. જો કે, હજુ સુધી દાવાઓમાં કોઈ નક્કર તથ્ય દર્શાવવામાં આવ્યું નથી. હજુ સુધી અભિષેક-ઐશ્વર્યા અને તેમના પરિવાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ જૂઓ: નાગા ચૈતન્ય બાદ નાગાર્જુનના નાના પુત્ર અખિલ અક્કિનેનીએ સગાઈ કરી, જાણો કોણ છે જૈનબ રાવજી?