શું હનીમૂનથી પાછી ફરેલી આયરાનું વજન વધી ગયું? ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું…
મુંબઈ, 6 ફેબ્રુઆરી: આમિર ખાનની દીકરી આયરા ખાન અનેક વાર ચર્ચામાં રહેતી હોય છે. આયરાના ગયા જ મહિને 3 જાન્યુઆરીએ ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા, લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા. આ પછી મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજાયું હતું, જેમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન અને રિસેપ્શન બાદ કપલ તેમના હનીમૂન માટે રવાના થઈ ગયું હતું. બંનેએ ઇન્ડોનેશિયાના બાલીમાં ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. હવે તે મુંબઈ પરત ફર્યા છે. તાજેતરમાં જ પાપારાઝી દ્વારા તેમનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જો કે, યુઝર્સ તેમને જોયા પછી વિચિત્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આયરા ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગ્નના લગભગ એક મહિના પછી, આયરા તેની જૂની શૈલીમાં જોવા મળી છે, જે તે ઘણીવાર જોવા મળતી હતી. ચાહકોનું કહેવું છે કે આયરા કેઝ્યુઅલ લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
આયરાનો વાયરલ વીડિયો
View this post on Instagram
યુઝર્સે ટોણા માર્યા
આમિર ખાનની લાડલી દિકરીને જોઈને લોકો વિચિત્ર કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેના ડ્રેસિંગ સેન્સ પર સવાલ ઊઠાવી રહ્યા છે તો કેટલાક તેના ચપ્પલને લઈને ટોણો મારી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ શું બકવાસ ડ્રેસિંગ છે.’ કોઈએ પૂછ્યું, ‘શું આ એ જ કોલ્હાપુરી ચપ્પલ છે જે તેણીએ તેના લગ્નના દિવસે પહેરી હતી?’, એક યુઝરે કહ્યું, ‘જિમ ટ્રેનર સાથે લગ્ન કરવાનો શું ફાયદો’ અનેક લોકોએ તેના મોટાપા પર પણ ટોણા માર્યા છે.
આ પણ વાંચો: ‘ફાઈટર’ ફિલ્મના એક્ટર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણને મળી લીગલ નોટિસ, જાણો કારણ