ટ્રેન્ડિંગનેશનલ

આ ફિલ્મ જોઇને આફતાબે બનાવ્યો હતો મર્ડરનો પ્લાન ? એક પછી એક ખુલી રહ્યા છે રહસ્ય

Text To Speech

શ્રદ્ધા વોલકર મર્ડર કેસના આરોપી આફ્તાબ પૂનાવાલાનો પોલીગ્રાફ ટેસ્ટ ચાલી રહ્યો છે. આ ટેસ્ટમાં ઘણી એવી વાતો સામે આવી છે જે અત્યંત ચોંકાવનારી છે. રિપોર્ટ્સ મુજબ આફ્તાબે કબુલી લીધુ છે કે તેણે શ્રદ્ધાની હત્યા કરતા પહેલા બોલિવુડ ફિલ્મ ‘દ્રશ્યમ’ જોઇ હતી. આ ફિલ્મ જોયા બાદ તે એક કહાની બનાવવા ઇચ્છતો હતો, જેથી પોલીસ ગુમરાહ થતી રહે. એટલું જ નહીં, પુછપરછ દરમિયાન તેણે એમ પણ કહ્યુ કે તે ‘દ્રશ્યમ’નો પાર્ટ-2 પણ જોવા ઇચ્છતો હતો.

ખુદને નિર્દોષ સાબિત કરવા પુરાવા ભેગા કર્યા
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મુજબ આફ્તાબે પુરા પ્લાનિંગ સાથે શ્રદ્ધાનું મર્ડર કર્યુ હતું. તે ‘દ્રશ્યમ’ ફિલ્મની જેમ એક કહાની બનાવવા ઇચ્છતો હતો, જેથી તેની પર કોઇને શંકા ન જાય. આ જ કારણ હતું કે આફ્તાબે શ્રદ્ધાના મિત્રો સાથે વાતચીત કરીને એવા પુરાવા ભેગા કર્યા જે તેને નિર્દો। સાબિત કરી શકે. આફ્તાબે સોશિયલ મીડિયા પર એવું પણ બતાવવાની કોશિશ કરી હતી કે શ્રદ્ધા તેને છોડીને ચાલી ગઇ છે.

આ ફિલ્મ જોઇને આફતાબે બનાવ્યો હતો મર્ડરનો પ્લાન ? એક પછી એક ખુલી રહ્યા છે રહસ્ય

ગુસ્સામાં નહીં, પ્લાનિંગ સાથે કર્યુ મર્ડર
પોલીગ્રાફ ટેસ્ટમાં મળેલા જવાબોનું એનાલિસિસ કરવા પર મનોવૈજ્ઞાનિકોને લાગે છે કે આફ્તાબ ભલે કહેતો હોય કે તેણે શ્રદ્ધાનું મર્ડર ગુસ્સામાં કર્યુ છએ, પરંતુ તેવું નથી. તેણે મર્ડર પુરા પ્લાનિંગ સાથે કર્યુ છે. શ્રદ્ધાની હત્યા કરવા માટે જ તે તેને મુંબઇથી દિલ્હી લઇને આવ્યો હતો. ખુદને નિર્દોષ સાબિત કરવા માટે તે એવું બતાવી રહ્યો હતો કે બધુ નોર્મલ છે. લાશના ટુકડા કરીને તેને ક્યાં ફેંકવાના છે એ પ્લાનિંગ પણ તેણે પહેલેથી જ કરી લીધુ હતુ.

શનિવારે ખતમ થશે આફ્તાબના રિમાન્ડ
આફ્તાબના રિમાન્ડ શનિવારે પુરા થઇ રહ્યા છે. આવા સંજોગોમાં તેનો પોલીગ્રાફ ટેસ્ટ તેણે શુક્રવાર સુધીમાં પુરો કરવો પડશે. પોલીગ્રાફ બાદ સોમવારે તેનો નાર્કો ટેસ્ટ પણ શરૂ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રિમાન્ડ પુરા થયા બાદ આફ્તાબને કોર્ટમાં રજુ કરવો પડશે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી સાથે જોવા મળેલા 104 વર્ષના માણેકબા કોણ છે અને શું કામ પીએમે તેમને દિલ્હીનું આમંત્રણ આપ્યું ?

Back to top button