શું સલમાને કરી લીધી સગાઈ ? હાથમાં જોવા મળી રિંગ


બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અવારનવાર ચર્ચામાં રહે છે. આ જ કારણ છે કે અભિનેતાની ફેન ફોલોઈંગનો અંદાજો પણ કોઈ લગાવી શકતું નથી. ફિલ્મોની ધમાકેદાર શરૂઆતથી લઈને ટ્વિટર સુધી સલમાન ખાનના ફેન્સે તેને સપોર્ટ કર્યો છે. જ્યાં એક તરફ તેના ફેન્સ અભિનેતાના લગ્નને લઈને સવાલો પૂછતા રહે છે. બીજી તરફ સલમાન ખાને તેના ફેન્સને કદાચ જવાબ આપી દીધો છે.

IIFA 2023ની પ્રેસ મીટ યોજાઈ હતી. જ્યાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ સાથે ત્યાં ઘણા સ્ટાર્સ પણ હતા પરંતુ સલમાન ખાનની એન્ટ્રીએ ઉડીને આંખે વળગે તેવી હતી. સલમાન ખાન ગ્રીન શર્ટ અને ગ્રે પેન્ટસૂટમાં જોવા મળ્યો હતો. અભિનેતાનો ડેશિંગ લુક જોઈને ફેન્સના શ્વાસ અટકી ગયા છે. આ સિવાય, આ ઈવેન્ટમાં સલમાન ખાનની વધુ એક વસ્તુ હતી જે સૌકોઈનું ધ્યાન ખેંચી રહી હતી. જણાવી દઈએ કે સલમાન ખાને તેના હાથમાં તેનું મનપસંદ બ્રેસલેટ પહેર્યું હતું. પણ એક બીજી બાબત ધ્યાને લેવા જેવી હતી તે હાથમાં પહેરેલી વીંટી હતી. અગાઉ સલમાન ખાનની આંગળીમાં આવી વીંટી જોવા મળી ન હતી. તેમાં સલમાનની લકી રિંગ જોવા મળી ન હતી. તેને સલમાનની લકી રિંગ કહેવામાં આવી રહી છે.
