ઉત્તર કોરિયાની તાનાશાહી : ફિલ્મો બનાવવા અભિનેત્રી અને દિગ્દર્શક સાથે કરી આવી હરકત

વિશ્વમાં પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહેલો દેશ ઉત્તર કોરિયા અમેરિકા અને જાપાન જેવા દેશો સાથેની દુશ્મનાવટને લીધે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, તેવામાં પણ આ દેશ પોતાને આગળ લાવવા માટે કોઈ પણ હદ વટાવી શકે છે, જેની દુનિયાનાં તમામ દેશોને જાણ છે. આ દેશના તાનાશાહીનો આવો જ વધુ એક કિસ્સો ચર્ચામાં આવ્યો છે.ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાની પ્રખ્યાત અભિનેત્રી ચાઉ-ઉન-હીનું અપહરણ કર્યુ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ડિવોર્સ થયાના થોડા સમયમાં જ હની સિંહ તેની નવી ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો, લોકોએ કર્યો ટ્રોલ
ફિલ્મો માટે અપહરણ કર્યુ
વાંચીને જરા આશ્ચર્ય થશે, પરંતુ આ હકીકત છે કે ઉત્તર કોરિયા સારી ફિલ્મો બનાવવા માંગતી હતી, જેનાથી ઉત્તર કોરિયા વૈશ્વિક સ્તરે બધાની નજરમાં મનોરંજન ક્ષેત્રે આગળ આવી, દુનિયા પર રાજ કરી શકે અને તે માટે એંસીના દાયકામાં અભિનેત્રી ચાઉ-ઉન-હીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય એ પણ સાંભળવા મળ્યુ હતુ કે, હાલના ઉત્તર કોરિયાનાં પ્રમુખ કિમ જોંગ-ઉનના પિતા કિમ -જોંગ-ઈલએ દક્ષિણ કોરિયાની એક અભિનેત્રી અને તેના દિગ્દર્શક પતિનું પણ અપહરણ કર્યું હતું, જેથી ઉત્તર કોરિયામાં પણ સારી ફિલ્મો બની શકે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયા અને પશ્ચિમી દેશો પ્રત્યે ખૂબ નફરત છે, તેથી ત્યારે તાજેતરમાં ત્યાં તેમનાં જ દેશમાં દક્ષિણ કોરિયન સિનેમા જોનારા બે યુવકોને મોતની સજા ફટકારવામાં આવી છે. કથિત રીતે, તેઓને એક ખેતરમાં બધાની સામે માર મારવામાં આવ્યો હતો જેથી અન્ય લોકોને પણ પાઠ મળે. પોતાની પ્રતિષ્ઠા માટે ઉત્તર કોરિયા આટલી હદે જઈ શકે છે, તે જાણીને ખરેખર આશ્ચર્ય થાય છે.
અપહરણનો વિચાર
કોરિયન બાબતોના નિષ્ણાત બ્રેડલી કે માર્ટિને તેમના પુસ્તક ‘ધ લવિંગ કેર ઑફ ફાધરલી લીડર’માં ઈલના ગુસ્સાનો ઉલ્લેખ કર્યો છે. ઇલએ ફિલ્મ નિર્માતાઓને સજા કરવાનું શરૂ કર્યું કારણ કે તેઓ પશ્ચિમ જેવી ફિલ્મો બનાવી શકતા ન હતા. પછી તેમને નવો રસ્તો નીકાળ્યો. દક્ષિણ કોરિયામાંથી કોઈ પણ ફિલ્મ ડાયરેક્ટર અને કોઈ હીરોઈનને અહીં લેવામાં આવે જેથી ઉત્તર કોરિયામાં પણ સારી ફિલ્મો બની શકે. તેથી તેમણે ફિલ્મ નિર્માતાઓ અને અભિનેતાઓનું અપહરણ કરવાનું શરુ કર્યુ.
બિઝનેસ ડીલના બહાને બોલાવી કર્યુ અપહરણ
ઈ.સ. 1978, જાન્યુઆરીમાં અભિનેત્રી ચૌ-ઉન-હીનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે સમયગાળામાં દક્ષિણ કોરિયન ફિલ્મોનું ચૌ-ઉન-હીનું ખૂબ મોટું નામ હતું. તેને ફિલ્મ ડીલના બહાને હોંગકોંગ બોલાવવામાં આવ્યો હતો, જ્યાં સ્પીડ બોટમાં તેનું અપહરણ કરીને ઉત્તર કોરિયાની એક બિલ્ડિંગમાં કેદ કરવામાં આવ્યો હતો.
બહાર જવાની છૂટ મળતી નહોતી
અભિનેત્રીએ એક બ્રિટિશ ડોક્યુમેન્ટ્રી ‘ધ લવર એન્ડ ધ ડિસ્પોટ’માં જણાવ્યું કે તે એક આલીશાન ઈમારતમાં કેદ કરવામાં આવી હતી, જેને ત્યાંના લોકો બિલ્ડીંગ નંબર 1 કહે છે. શરૂઆતમાં તો તેને બહાર જવાની પણ પરવાનગી ન હતી. થોડા સમય પછી, એક ખાનગી શિક્ષક અભિનેત્રી પાસે આવ્યો, જેણે તેને ઉત્તર કોરિયાના નેતાઓની સિદ્ધિઓ કહેવાનું શરૂ કર્યું અને તે ઈચ્છતો હતો કે અભિનેત્રી તેના કહેવા મુજબ નવી ફિલ્મો બનાવે.
ભૂતપૂર્વ પતિ પણ જેલમાં હતો
આ તો અભિનેત્રીના અપહરણની વાત થઈ, અભિનેત્રીને ખબર નહોતી કે તેના પૂર્વ પતિ શિન ઓકેનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. અભિનેત્રીનો ભૂતપૂર્વ પતિ દક્ષિણ કોરિયાના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક હતા. તેઓને પણ ઉત્તર કોરિયામાં લાવવામાં આવ્યા હતા અને તેઓને અલગ જેલમાં રાખવામાં આવ્યા હતા.

પૂરા પાંચ વર્ષની જેલવાસ બાદ બંને એક પાર્ટીમાં ભળી ગયા હતા. અભિનેત્રી ચાઉ-ઉન-હી અને દિગ્દર્શક શિન ઓકેને એક અંગત ફિલ્મ લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં બંને એક નાનકડી ઓરડીમાં રહેતા હતો. બંનેને દરરોજ 4 ફિલ્મો જોવા અને તેના વિશે લખવા અને નવી સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું શરૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ રીતે બનાવતા ફિલ્મો
અભિનેત્રીએ જણાવ્યું હતું કે આગામી લગભગ 2 વર્ષ દરમિયાન બંને ભાગ્યે જ રાત્રે 3 કલાકની ઊંઘ લઈ શકતા હતા. જ્યારે તે બીમાર હતી, ત્યારે તેમને આરામ પણ કરવા દેવામાં આવ્યો ન હતો. છેવટે, આ સમયમાં બંનેએ સાથે મળીને 17 ફિલ્મો કરી હતી. તેમાંથી મોટાભાગની ફિલ્મોમાં કિમ જોંગ ઇલના પરિવાર વિશે વાત કરવામાં આવી હતી. આ સિવાય કેટલીક અલગ પ્રકારની અલૌકિક પાત્રો પર આધારિત ફિલ્મો પણ બનાવવામાં આવી હતી અને સૌથી મજાની વાત એ હતી કે તે ફિલ્મોમાં રોમાન્સ પણ હતો, જે તે સમયે ઉત્તર કોરિયાની ફિલ્મોમાં સંપૂર્ણપણે વર્જિત હતો.
આ તમામ ફિલ્મોને ઈન્ટરનેશનલ લેવલે લોન્ચ કરવાના પ્રયાસો પણ ચાલુ કર્યા હતા. આ અપહરણ પર કોઈ શંકા ન કરે તે માટે પ્રેસ કોન્ફરન્સમાં અભિનેત્રી ચાઉ-ઉન-હી અને દિગ્દર્શક શિન ઓકેને એમ પણ કહ્યું કે તેઓ હાલ ઉત્તર કોરિયામાં રહે છે અને પોતાની મરજીથી પોતાનો દેશ છોડીને ફિલ્મો બનાવી રહ્યા છે.
બંને આંતરરાષ્ટ્રીય ફિલ્મ બનાવવાના બહાને ભાગી ગયા
આખરે વર્ષ 1986માં આ કપલને ભાગી છૂટવાનો મોકો મળી શક્યો. બંને ઉત્તર કોરિયન ફિલ્મના કોન્સેપ્ટ સાથે વિયેતનામ પહોંચ્યા હતા. ત્યાં કિમના સુરક્ષાકર્મીઓ ચોવીસ કલાક તેમની આસપાસ રહેતા હતા. જો કે, કોઈક રીતે તેઓ ત્યારે નાસી છૂટ્યા હતા અને ત્યાંથી સીધા યુએસ એમ્બેસી પહોંચ્યા, જ્યાંથી તેઓએ અમેરિકામાં આશરો લીધો હતો.
ભાગી ગયા બાદ બંને પર લાગ્યા આરોપ
બીજી તરફ ગુસ્સે ભરાયેલા ઉત્તર કોરિયાએ નિવેદન જારી કર્યું હતું કે આ બંને પોતાની મરજીથી પોતાની જગ્યાએ આવ્યા હતા અને પૈસાની ભારે હેરાફેરી કર્યા બાદ ખોટી ફિલ્મો બનાવીને નાસી છૂટ્યા હતા. જોકે ભાગ્યે જ કોઈએ આ પર વિશ્વાસ કરતા, કારણ કે લગભગ દરેક જણ તત્કાલીન ઇલના ફિલ્મો પ્રત્યેના જુસ્સાને જાણતા હતા.

ઉત્તર કોરિયાની દરેક ફિલ્મોમાં આ કપલની છાપ
સાઉથ કોરિયાની અભિનેત્રીઓ અને દિગ્દર્શકો ભલે છેલ્લા કેટલાક સમયથી સ્વતંત્ર છે, પરંતુ તેઓએ બનાવેલી ફિલ્મો જોઈને ઉત્તર કોરિયાના લોકો પણ ફિલ્મો બનાવતા શીખી ગયા છે. લગભગ 3 દાયકાઓથી ઉત્તર કોરિયાના ફિલ્મ ઉદ્યોગને નિહાળનાર અમેરિકન લેખક જોહાન્સ સ્કોનરે તેમના પુસ્તક ‘નોર્થ કોરિયન સિનેમા – અ હિસ્ટ્રી’માં દાવો કર્યો છે કે તે પછી બનેલી દરેક ફિલ્મોમાં આ બંનેની છાપ ઉભરાયને આવે છે.
ફિલ્મોમાં અમેરિકા બની જાય છે વિલન
ઉત્તર કોરિયા અમેરિકાને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે, આ વાત ત્યાંની ફિલ્મો જોયા પછી પણ સમજાશે. વાસ્તવમાં શું થાય છે કે લગભગ દરેક મૂવીમાં કોઈને કોઈ વિલન હોય છે, જે અમેરિકન હોય છે. અવારનવાર અહીંના ફિલ્મ નિર્દેશકો અમેરિકન વિદ્યાર્થીઓને મોટી રકમની લાલચ આપીને તેમની ફિલ્મોમાં વિલન તરીકે કામ કરાવે છે. આ ઉપરાંત અમેરિકા સિવાય જાપાન પણ તેની હિટ લિસ્ટમાં શામેલ છે.