ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

નૂડલ્સમાંથી સાડા છ કરોડના હીરા અને સોનું મળી આવ્યું, ક્યાંથી અને કેવી રીતે? જાણો

  • આ કેસમાં કસ્ટમ્સ વિભાગ દ્વારા કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી 

મુંબઈ, 23 એપ્રિલ: મહારાષ્ટ્રમાં કસ્ટમ વિભાગને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મુંબઈ કસ્ટમ વિભાગની ટીમ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી 4.44 કરોડ રૂપિયાનું સોનું અને 2.2 કરોડ રૂપિયાના હીરા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં કસ્ટમ્સ વિભાગ દ્વારા કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  કસ્ટમ્સ વિભાગે 13 અલગ-અલગ કેસમાં કુલ રૂ. 6.46 કરોડનો દાણચોરીનો માલ જપ્ત કર્યો છે. તસ્કરોએ હીરાને નૂડલ્સના પેકેટમાં છુપાવી દીધા હતા, જ્યારે પેસેન્જરના શરીર પર સોનું મળી આવ્યું હતું. સાથે જ એક મુસાફરના બેગથી અને પહેરેલા અન્ડરગાર્મેન્ટ્સથી પકડાયો છે.

 

શંકાથી બચવા આ રીતે દાણચોરી કરતાં હતા

અહેવાલ મુજબ, દાણચોરોએ હીરાને નૂડલ્સના પેકેટમાં છુપાવી દીધા હતા, જેથી કોઈને તેના પર શંકા ન થાય, પરંતુ કસ્ટમ્સ તપાસ દરમિયાન તે ઝડપાઈ ગયા હતા. કસ્ટમ વિભાગે કુલ 4 લોકોની ધરપકડ કરી હતી. કસ્ટમ વિભાગે કોલંબોથી મુંબઈ જતી વિદેશી નાગરિકને રોકી હતી અને તેની તલાશી લેતા તેના આંતરવસ્ત્રો(અન્ડરગાર્મેન્ટ્સ)માં છુપાયેલા 24KT સોનાની ઈંટો અને એક કટ પીસ મળી આવ્યો હતો, જેનું કુલ વજન 321 ગ્રામ છે.

10 લોકો પાસેથી 6 કિલોથી વધુ સોનું જપ્ત

મળતી માહિતી મુજબ, આવી જ રીતે દુબઈ 02, અબુ ધાબી 02, બહેરીન 01, દોહા 01, રિયાધ 01, મસ્કત 01, બેંગકોક 01 અને 01 સિંગાપોરથી આમ કુલ 10 લોકોને રોકી અને તેમની તપાસ દરમિયાન રેકટમ(ગુદામાર્ગ) અને બેગની અંદર છુપાવેલું 6.199 કિલો સોનું, જેની કિંમત 4.04 કરોડ રૂપિયા હતી તે મળી આવ્યું હતું. આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નૂડલ્સના પેકેટમાં હીરા સંતાડવામાં આવ્યા હતા

આવા જ એક કેસમાં મુંબઈથી બેંગકોક જઈ રહેલા એક વ્યક્તિને રોકીને તલાશી દરમિયાન હીરા મળી આવ્યા હતા. તેણે ચતુરાઈથી આ હીરાને તેની ટ્રોલી બેગમાં નૂડલ્સના પેકેટમાં છુપાવી દીધા હતા. જેમાંથી 254.71 કેરેટ નેચરલ લૂઝ ડાયમંડ અને 977.98 કેરેટ લેબ-ગ્રોન ડાયમંડ, જેની કિંમત રૂ. 2.02 કરોડ હતી, તે રિકવર કરવામાં આવી હતી. આ પછી તરત જ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

આ પણ જુઓ: દિલ્હી લીકર સ્કેમમાં કેજરીવાલ સહીત કે.લલિતા 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે

Back to top button