મતદારોને આકર્ષવા લકી ડ્રોમાં અપાયેલી ડાયમંડની વિંટી નકલી નીકળી!
- ભોપાલમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખતા મતદારોને આકર્ષવા બુથ પર કરાયું હતું ઈનામ વિતરણ
- આ ઈનામ વિતરણમાં ત્રણ લકી ડ્રો વિજેતાઓને ડાયમંડની રીંગ મળી હતી જે નકલી નીકળી
- આ નકલી હીરા અમેરિકન હિરો કહેવાય છે જેની કિંમત 2000 થી 50000 રુપિયા કરતા પણ વધુ હોય છે
ભોપાલ, 10 મે: દેશભરમાં લોકસભાની ચૂંટણી તબક્કાવાર ચાલી રહી છે. 7 તબક્કાની આ ચૂંટણીમાં આ વખતે મતદાનની ટકાવારી ઘણી ઓછી જોવા મળી છે. આ કિસ્સામાં, ચૂંટણી પંચે મતદારોને આકર્ષવા માટે એક નવી પહેલ કરી છે અને ભોપાલમાં દરેક બૂથ પર ચૂંટણી પંચ દ્વારા ત્રણ લકી ડ્રો કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક લોકોને આ લકી ડ્રોમાં હીરાની વીંટી પણ મળી હતી, પરંતુ પાછળથી ખબર પડી કે લકી ડ્રોમાં મળેલી હીરાની વિંટી અસલી નહીં પણ નકલી હીરાની છે.તો આજે જાણી જ લો હવે નકલી હિરા વિશે.
નકલી હિરા કેવા હોય છે?
ચૂંટણીમાં વોટર્સને આકર્ષવા રાખેલા લકી ડ્રોમાં વિજેતાઓને મળેલી રીંગમાં નકલી હીરો હતો. આ પ્રકારના હિરા અમેરિકન હિરા કહેવાય છે જે અસલી હીરાથી તદ્દન અલગ હોય છે. ઝિર્કોનિયમ ડાયોક્સાઇડના માનવસર્જિત ક્યુબિક ક્રિસ્ટલ સ્વરૂપને ક્યુબિક ઝિર્કોનિયા અથવા અમેરિકન ડાયમંડ કહેવામાં આવે છે. આ હીરા વાસ્તવિક હીરા જેવા જ દેખાય છે અને સામાન્ય રીતે સખત અને રંગહીન હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે તેની ઓળખ કેવી રીતે કરવી?
તો તમને જણાવી દઈએ કે અમેરિકન હીરાને ઓળખવા માટે, પ્રથમ તો સફેદ પેપર લેવું, તેના પર પેન્સિલ વડે એક રેખા દોરવી પછી હીરાને ઊંધું લાઇન પર મૂકો. હીરાના કેન્દ્રમાંથી પસાર થતી રેખાને આગળ જુઓ, જો રત્ન હીરા હોય તો તમને કોઈ સ્પષ્ટ રેખા નહીં દેખાય.
અમેરિકન હીરાની કિંમત વિશે
આ ઓરિજિનલ દેખાતા અમેરિકન હીરાની કિંમત ઓરિજિનલ હીરા કરતા ઘણી ઓછી હોય છે. જો તેની કિંમત વિશે વાત કરીએ તો, અમેરિકન હીરા પથ્થરની કિંમત તેના કદ, વજન અને ગુણવત્તાના આધારે 2000 રૂપિયાથી માંડી 50,000 રૂપિયા અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે. આમ હીરાની કિંમત તમે ક્યા પ્રકારના હીરા ખરીદી રહ્યા છો અને તેની સાઈઝ શું છે તેના પર નિર્ભર કરે છે.
આ પણ વાંચો: શું તમે સોનાની શુદ્ધતા જાતે તપાસવા માગો છો? અપનાવો આ રીત