ટ્રેન્ડિંગનેશનલ

રિટાયર્ડ IASના ઘરમાંથી મળ્યા કરોડોના હીરા-ઝવેરાત, EDની કડક કાર્યવાહી

Text To Speech
  • ED દ્વારા દિલ્હી ઉપરાંત મેરઠ, નોઈડા અને ચંદીગઢમાં દરોડા પાડવામાં આવ્યા

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર: લોટસ 300 પ્રોજેક્ટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી-UPમાં ઘણી જગ્યાએ બુધવારે દરોડા પાડ્યા હતા. નિવૃત્ત IAS અધિકારી અને નોઈડા ઓથોરિટીના ભૂતપૂર્વ CEO મોહિન્દર સિંહના ચંદીગઢના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 7 કરોડના હીરા રિટાયર્ડ IASના ઘરેથી અને 5 કરોડના હીરા વેપારીના ઘરેથી મળી આવ્યા હતા. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.

દિલ્હી ઉપરાંત મેરઠ, નોઈડા અને ચંદીગઢમાં દરોડા પાડવામાં આવ્યા હતા. EDને લગભગ 1 કરોડ રૂપિયા રોકડા, 12 કરોડ રૂપિયાના હીરા, 7 કરોડ રૂપિયાના સોનાના ઘરેણાં અને ઘણા શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે.

Diamond

300 કરોડ રૂપિયાનું કૌભાંડ

ઉલ્લેખનીય છે કે, લોટસ 300 પ્રોજેક્ટ 300 કરોડ રૂપિયાનું કૌભાંડ હતું. આ કેસમાં ED મની લોન્ડરિંગ હેઠળ કેસની તપાસ કરી રહી છે. લોટસ 300 પ્રોજેક્ટ વિકસાવવા માટે આ જમીન હેસિન્ડા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (HPPL)ને આપવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટીને ઘોર બેદરકારી બદલ ઠપકો પણ આપ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

2018માં, દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ નોઈડાના સેક્ટર 107માં લોટસ 300 પ્રોજેક્ટના કેસમાં રિયલ એસ્ટેટ કંપની 3Cના ત્રણ ડિરેક્ટર નિર્મલ સિંહ, સુરપ્રીત સિંહ અને વિદુર ભારદ્વાજની ધરપકડ કરી હતી. EOW અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘર ખરીદનારાઓની ફરિયાદ પર 24 માર્ચ 2018ના રોજ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ માટે ખરીદદારો પાસેથી રૂ. 636 કરોડ લેવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ રૂ. 191 કરોડ 3C કંપનીની સબસિડિયરી કંપનીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેને બાંધકામ સાથે કોઈ લેવાદેવા નહોતી.

આ પણ જૂઓ: બદમાશો અને પોલીસ વચ્ચે ગોળીબારી, હાશિમ બાબા ગેંગના બે સભ્યો ઝડપાયા

Back to top button