સુરત ડાયમંડ બુર્સના નવા ચેરમેન હીરા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા બન્યા
- ઉદ્ઘાટન બાદથી જ સુરત ડાયમંડ બુર્સના અંગે વિવાદ ચાલી રહ્યો છે
- અધિકારીઓની બેઠક બાદ નવા ચેરમેનની પસંદગી કરવામાં આવી
- કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીએ રાજીનામું આપ્યું
સુરત ડાયમંડ બુર્સના નવા ચેરમેન પદે ગોવિંદ ધોળકિયાની પસંદગી કરવામાં આવી છે. કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીએ રાજીનામું આપ્યું હતુ. સમય નહિ મળતો હોવાનું જણાવી વલ્લભ લાખાણીએ રાજીનામુ આપ્યું છે. તેમજ નવું સંગઠન બનાવી નવી કોર કમિટી બનાવાની સૂચના આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતના બે શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર, જાણો કયા કેટલુ તાપમાન રહ્યું
અધિકારીઓની બેઠક બાદ નવા ચેરમેનની પસંદગી કરવામાં આવી
દેશ દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ એવા સુરત ડાયમંડ બુર્સના નવા ચેરમેનની પસંદગી કરવામાં આવી છે. જેમાં વલ્લભ લાખાણીના સ્થાન પર હીરા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે. અચનાક મુંબઈના કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીએ પોતે ચેરમેન પદેથી દૂર થવાની ઇચ્છા વ્યક્ત કરતા અનેક અટકળો શરૂ થઈ હતી. પરંતુ સુરત ડાયમંડ બુર્સના અધિકારીઓની બેઠક બાદ નવા ચેરમેનની પસંદગી કરવામાં આવી છે. જે સાથે જ હવેથી ગોવિંદ ધોળકિયા વિધિવત રીતે ડાયમંડ બુર્સના ચેરમેન હશે.
આ પણ વાંચો: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારી પુરજોશમાં, પાંચ લાખ લાડુ તૈયાર કરાયા
ઉદ્ઘાટન બાદથી જ સુરત ડાયમંડ બુર્સના અંગે વિવાદ ચાલી રહ્યો છે
ઉદ્ઘાટન બાદથી જ સુરત ડાયમંડ બુર્સના અંગે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં આંતરિક સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છેકે, મોટા દિગ્ગજ ઉદ્યોગપતિઓની વચ્ચે કોઈક બાબતે મોટો ખટરાગ ચાલી રહ્યો છે. જેના કારણે આ ચેરમેન પદનો ફેરફારો આવ્યો છે. આ સાથે જ તમામ વિવાદને શાંત કરવા માટે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને ડાયમંડ બુર્સના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.