ડાયાબિટીસના દર્દી ચા-કોફીના બદલે ખાલી પેટે પીવે આ ડ્રિંક્સઃ કન્ટ્રોલમાં રહેશે બ્લડ શુગર
- ભારતમાં ડાયાબિટીસના પેશન્ટમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે, જો તમે પણ ડાયાબિટીક છો તો તમારે તમારા દિવસની શરૂઆત હેલ્ધી મોર્નિંગ ડ્રિંકથી કરવી જોઇએ. સવારે ખાલી પેટે આ ડ્રિંક્સ પીવાથી તમારું બ્લડ શુગર લેવલ હંમેશા કન્ટ્રોલમાં રહેશે.
ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. 2021નો અભ્યાસ સૂચવે છે કે ભારતમાં 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે અને 13 કરોડથી વધુ લોકો પ્રી-ડાયાબિટીસથી પીડિત છે. ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે. તેને મૂળમાંથી નાબૂદ કરી શકાતો નથી, પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ દરેક ક્ષણે તેમના બ્લડ શુગર લેવલનું ધ્યાન રાખવું પડે છે.
જો તમને પણ ડાયાબિટીસ છે, તો તમે અમુક પ્રકારના પીણાંનું સેવન કરીને લાંબા સમય સુધી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકો છો. જો ડાયાબિટીસના દર્દીઓ સવારે ખાલી પેટે તેમના દિવસની શરૂઆત કરે તો તેઓ પણ હેલ્ધી લાઇફ જીવી શકે છે.
લીંબુ અને ગરમ પાણી
સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ ભેળવીને પીવું ખૂબ જ ફાયદાકારક રહેશે. દરરોજ આમ કરવાથી શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થો બહાર નીકળી જશે અને આખા શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળશે. એટલું જ નહીં, આ પીણું પીવાથી વજન નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે.
એલોવેરાનો રસ
એલોવેરા કડવું હોય છે, પરંતુ તેની મદદથી ડાયાબિટીસને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. એલોવેરામાં રહેલા પોષક તત્વો મેગ્નેશિયમ અને ઇન્સ્યુલિનને બૂસ્ટ કરવાનું કામ કરે છે. આ સિવાય તે લોહીમાં ગ્લુકોઝ લેવલને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. સવારે ખાલી પેટ થોડી માત્રામાં એલોવેરા જ્યુસ પીવાથી બ્લડ શુગરને નિયંત્રિત કરી શકાય છે.
આમળાનો રસ
આમળા વિટામિન સીથી ભરપૂર ફળ છે. આમળામાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે. જેના કારણે બ્લડ શુગર હંમેશા કંટ્રોલમાં રહે છે. આમળાનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારનારો પણ છે અને તે ઘણા રોગોથી બચાવે છે.
કારેલાનો રસ
કારેલા ખૂબ જ કડવા હોય છે. તેના સ્વાદને કારણે બહુ ઓછા લોકો તેને ખાવાનું પસંદ કરે છે, પરંતુ જ્યારે બ્લડ શુગર લેવલ ઘટાડવાની વાત આવે છે , તો કારેલાનો રસ ખૂબ જ અસરકારક છે. તેમાં એન્ટી ડાયાબિટિક ગુણો જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં પોલિપેપ્ટાઇડ પી પણ હોય છે, જે ડાયાબિટીસને કુદરતી રીતે નિયંત્રિત કરે છે. ખાસ કરીને જો તેને સવારે ખાલી પેટ લેવામાં આવે તો તે સારા પરિણામ આપી શકે છે.
તજની ચા
તજ એ આપણા રસોડાનો એક જરૂરી મસાલો છે, તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. એટલું જ નહીં તજની ચા ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે. વાસ્તવમાં, તેમાં હાજર ફ્લેવોનોઈડ, એન્ટી ઑકિસડન્ટ અને એન્ટિવાયરલ ગુણો ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક છે.
મેથીનું પાણી
સામાન્ય રીતે લોકો વજન ઘટાડવા માટે મેથીનું પાણી પીવે છે, પરંતુ ડાયાબિટીસ ધરાવતા લોકોને પણ તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે મેથીના દાણામાં ભરપૂર માત્રામાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ માટે તમારે એક મુઠ્ઠી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખવાના રહેશે. આ પાણીને ગાળીને સવારે પી લો. બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
તુલસીની ચા
તુલસીના પાનમાંથી બનેલી ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પણ એન્ટી ડાયાબિટિક ગુણધર્મો છે. તેથી, જો ડાયાબિટીસના દર્દી દરરોજ સવારે ખાલી પેટે તુલસીની ચા પીવે છે, તો બ્લડ શુગરનું સ્તર ક્યારેય અપ-ડાઉન થતું નથી.
આ પણ વાંચોઃ મોરબીઃ ફટાકડા સ્ટોલ માટે વેપારીઓ ક્યાં સુધીમાં અરજી કરી શકશે?