શું ડાયાબિટીસના કારણે યાદશક્તિ નબળી પડે છે?!
આજના યુગમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટી સંખ્યામાં યુવાનો પણ ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. આ રોગમાં, લોકોના શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે અથવા શરીર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. જેના કારણે બ્લડ શુગર લેવલ વધી જાય છે અને ડાયાબિટીસની સમસ્યા થાય છે. ઇન્સ્યુલિન એ એક હોર્મોન છે જે રક્ત ખાંડને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. ડાયાબિટીસને કારણે તમારું મગજ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જેના કારણે લોકો નાની ઉંમરમાં જ ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવા રોગોનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસ અને ડિમેન્શિયા વચ્ચે શું સંબંધ છે? આ વિશે જાણો.
ડિમેન્શિયા શું છે
ડિમેન્શિયા એક રોગ છે, જેમાં લોકોની યાદશક્તિ ખૂબ નબળી પડી જાય છે અને તેઓ તેમની રોજિંદી ક્રિયાઓને પણ ભૂલી જતા હોય છે. અલ્ઝાઈમર અને ડિમેન્શિયા બન્ને સેમ છે. આથી જે વ્યક્તિને ડાયાબિટીશ હોય છે તેને ડિમેન્શિયા થવાના શક્યતાઓ રહે છે
ડાયાબિટીસ અને ડિમેન્શિયા વચ્ચે શુ સંબંધ છે
ટાઈપ 2 (પ્રકાર 2) ડાયાબિટીસ ધરાવતા લોકોમાં અન્ય લોકો કરતા ડિમેન્શિયા થવાનું જોખમ બમણું હોય છે. અત્યાર સુધી અનેક સંશોધનોમાં આ વાત સામે આવી છે કે ડાયાબિટીસને કારણે યુવાનોમાં ડિમેન્શિયાનું જોખમ વધી જાય છે. સામાન્ય રીતે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં ડિમેન્શિયા એક રોગ છે, જેમાં લોકોની યાદશક્તિ ખૂબ નબળી પડી જાય છે અને તેઓ તેમની રોજિંદી જરૂરિયાતો ભૂલી જાય છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા 65 થી 70 વર્ષની વયના લોકોમાં ડિમેન્શિયાનું જોખમ 24% વધારે છે. આ સિવાય પ્રી-ડાયાબિટીસ ધરાવતા લોકોને તેનો ખતરો નથી
આ પણ વાંચો:અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
ડાયાબિટીસના દર્દીઓને ડિમેન્શિયાથી કેવી રીતે બચાવવું
જો ડાયાબિટીસના દર્દીઓ કેટલીક હેલ્ધી આદતો અને જીવનશૈલી અપનાવે તો ડિમેન્શિયાના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર, તાજેતરના એક અભ્યાસમાં આ સારી આદતો વિશે જણાવવામાં આવ્યું છે. ચાલો આ પર એક નજર કરીએ-
– ધૂમ્રપાન છોડી દેવાથી ફાયદો થશે
– દારૂનું સેવન ઓછું કરવું અને બને તો ન જ કરવું
– દર અઠવાડિયે 2.5 કલાક વ્યાયામ કરો
– દરરોજ 7 થી 9 કલાક પૂરતી ઊંઘ લો
– ફળો અને શાકભાજીથી ભરપૂર આહાર લેવો જોઈએ
– દરરોજ શારીરિક રીતે સક્રિય રહેવું મહત્વપૂર્ણ છે
– ઘરની બહાર નીકળો અને લોકોને મળો