વિક્રાંત મેસીની પોસ્ટ પર દિયા મિર્ઝાની કમેન્ટે ખેંચ્યું ધ્યાન, બ્રેક લેવો બેસ્ટ
- વિક્રાંત મેસીની તાજેતરની પોસ્ટે તેના ચાહકો સાથે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ ચોંકાવી દીધા છે. અનેક સેલિબ્રીટીઝે તેની પોસ્ટ પર રિએક્શન આપ્યા છે
2 ડિસેમ્બર, મુંબઈઃ વિક્રાંત મેસીની તાજેતરની પોસ્ટે તેના ચાહકો સાથે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ ચોંકાવી દીધા છે. તેની પોસ્ટ પર ઘણી સેલિબ્રિટીઝના મેસેજ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકો એવું પણ લખી રહ્યા છે કે વિક્રાંત આગામી ફિલ્મ માટે લોકોની ઉત્સુકતા જગાડવા માટે આવું કરી રહ્યો છે. વિક્રાંતે પોસ્ટમાં બે ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો છે. હાલ તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. બીજી ફિલ્મ ‘ઝીરોથી રીસ્ટાર્ટ’ આ જ મહિનામાં એટલે કે ડિસેમ્બર 2024માં રિલીઝ થવા જઈ રહી છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
લોકો કન્ફ્યૂઝનમાં
વિક્રાંત મેસીએ મોડી રાત્રે એક એવી પોસ્ટ કરી હતી જેણે બધાને ચોંકાવી દીધા હતા. આ કોઈ ફિલ્મની જાહેરાત નથી, પરંતુ ફિલ્મોમાંથી તેના રિટાયરમેન્ટની જાહેરાત છે. વિક્રાંતે સ્પષ્ટ કંઈ લખ્યું નથી, તેથી આ અંગે અનેક અટકળો ચાલી રહી છે. કેટલાક લોકોને લાગે છે કે તે નવી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે, જ્યારે કેટલાકને લાગે છે કે તે ફિલ્મોમાંથી બ્રેક લેશે. દરમિયાન, ઘણા લોકો એવું પણ માની રહ્યા છે કે વિક્રાંત મેસી ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.
View this post on Instagram
દિયા મિર્ઝાની પોસ્ટ થઈ વાયરલ
દિયા મિર્ઝાએ વિક્રાંતની પોસ્ટ પર લખ્યું છે કે, બ્રેક્સ લેવો બેસ્ટ છે. બ્રેક વાળી જિંદગીમાં તમે વધુ અમેઝિંગ ફીલ કરશો. ઈશા ગુપ્તાએ હાર્ટ ઇમોજીસ બનાવ્યું છે. એક ફોલોઅરે લખ્યું છે કે, ઘણી હદ સુધી આ અપકમિંગ પ્રોજેક્ટ માટે માર્કેટિંગ લાગી રહ્યું છે જેથી લોકો થિયેટરમાં ફિલ્મ જોવા માટે ઉત્સુક થાય. એક વ્યક્તિએ આનો જવાબ આપ્યો છે, મને આ અંગે શંકા છે. તેઓ એકદમ સ્પષ્ટ બોલતા અભિનેતા રહ્યા છે. તેને વધારાની લાઈમલાઈટ પસંદ નથી. એકે લખ્યું છે કે, કદાચ તે કોઈ રોલ માટે તૈયારી કરી રહ્યો છે જેને તે જાહેર કરવા નથી માંગતો. કેટલાક લોકો લખે છે કે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ન ચાલવા અને ધમકીઓ મળે છે, તેથી તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનું વિચારી રહ્યા છે.
આગામી ફિલ્મોની રાહ
વિક્રાંતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો 13મી ડિસેમ્બરે 12મી ફેલની પ્રિક્વલ, ઝીરોથી રિસ્ટાર્ટ રિલીઝ થશે. આ એક ડોક્યુમેન્ટરી હોય તેવું કરવામાં આવી રહ્યું છે. આંખો કી ગુસ્તાખિયાં અને યાર જિગરી પ્રોડક્શન હેઠળ છે.
આ પણ વાંચોઃ આજે પણ તેમનો એક-એક ડાયલોગ યાદ છે, બિગ બી માટે રેખાએ કહી દિલની વાત