ઉત્તર ગુજરાતગુજરાત

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે, સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરનારની ઝડપાયો

માણસા શહેરમાં સરકારી નોકરીની લાલચ આપી વેપારી સહિત 40 થી વધુ લોકો પાસેથી ટુકડે ટુકડે 41.30 લાખની છેતરપિંડી કરનારની ધરપકડ. આરોપી બધા રૂપિયા વરલી મટકામાં હારી ગયો.

ગુજરાતમાં સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરનારના કિસ્સામાં લગાતાર વધારો થઈ રાયો છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. માણસા શહેરમાં ટેલરિંગની દુકાન ધરાવતા વેપારીને ત્યાં મહેસાણાનો વતની અને માણસામાં રહેતો એક ઇસમ પોતાને સરકારી અધિકારીઓ સાથે સારી ઓળખાણ હોવાનું અને આવનાર સરકારી ભરતીમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી વેપારી સહિત 40 થી વધુ લોકો પાસેથી ટુડે ટુકડે 41.30 લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી ફરાર થઈ ગયો હતો. જે બાબતે વ્યાપારીએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી જેમાં આ આરોપી માણસા શહેરમાં આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે તેને ઝડપી પૂછપરછ કરતા તેણે આ રકમ વરલી મટકાના જુગારમાં ઉડાવી દીધી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ: એક જ દિવસમાં 3 લોકો સાથે રૂ.7 કરોડથી વધુની છેતરપિંડી

આવી રીતે વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરી

માણસા શહેરના ગાંધી ટાવર નીચે ટેલરિંગ સ્ટોર ધરાવતા વેપારી હસમુખભાઈ સોમાભાઈ પટેલ 3 વર્ષ અગાઉ મહેસાણાના વતની અને માણસા ખાતે દરજીની ખડકીમાં રહેતા રાવલ રાજેન્દ્ર જયંતિલાલના પરિચયમાં આવ્યા હતા ત્યારબાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા થતા તે ઈસમે પોતે સરકારી અધિકારીઓ સાથે મિત્રતા ધરાવે છે જેથી તમારા નજીકમાં કોઈને સરકારી નોકરી જોઈતી હોય તો કેહેજો જેથી વિશ્વાસમાં આવેલા આ વ્યાપારીએ તેમના ઘરના 3 વ્યક્તિ તેમજ મિત્રો સગા સંબંધીઓ ને પણ આ વ્યક્તિ સાથે પરિચય કરાવી કુલ 40 જેટલા સરકારી નોકરી મેળવવા માગતા વ્યક્તિઓએ 41 લાખથી વધુ ની રકમ આપી હતી ત્યારબાદ ઈસમના કહેવા પ્રમાણે કોઈને સરકારી ઓર્ડર મળ્યા ન હતા જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે પોતાની રીતે પૈસા પાછા મેળવવા માટે પ્રયત્નો કર્યા બાદ આખરે માણસા પોલીસ સ્ટેશનને છેતરપિંડી કરનાર વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ઓર્ગેનિકના ફૂડના નામે લોકો સાથે છેતરપિંડી

છેતરપિંડી કરનાર રાજેન્દ્ર રાવલને ઝડપી પાડ્યો

પોલીસને આ અંગે ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી ઠગાઈ આચરી ભાગી છૂટેલા રાજેન્દ્ર રાવલને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી અને આ ઈસમના મહેસાણા સ્થિત ઘરે તેમજ સંભવિત જગ્યા પર શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો પરંતુ આખરે બે દિવસ અગાઉ આ ઠગ માણસા શહેરમાં આવ્યો હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે તેને ઝડપી પાડયો હતો અને ઝડપાયા બાદ કોર્ટમાં રજૂ કરતા તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા સરકારી નોકરીની લાલચે ઉઘરાવેલા 41.30 લાખથી વધુની રકમ તેણે વરલી મટકાના જુગારમાં વાપરી નાખી હોવાનું રટણ કર્યું હતું જે બાદ આરોપીના રિમાન્ડ પુરા થતા તેને વિજાપુર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

Back to top button