15 ઓગસ્ટદક્ષિણ ગુજરાત

ધૂમકેતુ અને ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળામાં બાળકો સાથે વાલીઓએ પણ કર્યું ધ્વજ વંદન

Text To Speech

આઝાદી કા અમૃતમહોત્સવ તથા 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અત્રેની ધૂમકેતુ પ્રા. શા. ક્ર. 218 તથા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રા. શા. ક્ર. 84 નાં સંયુકત ઉપક્રમે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ રેલી કરવામાં આવી. આ કાર્યક્રમના પ્રમુખ તરીકે અડાજણ વિસ્તારનાં કોર્પોરેટર કૃણાલભાઈ સેલરનાં હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો.

SChool 218 Surat 01

ધ્વજ વંદન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓ , વાલીઓ , સામાજિક અગ્રણીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરી. ધ્વજ વંદન બાદ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને શાળાનાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SChool 218 Surat 03

વાલી સંમેલન બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો તથા વાલીઓ અને વિધાર્થીઓને રોપાનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનાં અંતે મીઠાઇ વહેંચવામાં આવી ત્યારબાદ સૌ છુટા પડ્યા.

SChool 218 Surat 04

Back to top button